Site icon Gramin Today

તાપી જીલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ હવે રજીસ્ટર નિભાવવાનું અનિવાર્ય:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા  કીર્તનકુમાર 

તાપી જીલ્લામાં હવે જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ લેનાર અને વેચનાર  વ્યક્તિઓનાં ફરજીયાત રજીસ્ટર નિભાવવાનું રહેશે:
વ્યારા :- તાપી જિલ્લામાં જુના મોબાઇલ લે-વેચ કરતા વેપારીઓએ મોબાઇલ લેતા પહેલા મોબાઇલ વેચનાર અને મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનારની ઓળખ અંગે પુરૂં નામ, સરનામું ફરજીયાતપણે નોંધી નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.
તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તાપી જિલ્લામાં જુના મોબાઇલની લે-વેચ કરતા વેપારીઓને નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાની સૂચના આપી છે. નિયત નમૂનાના રજીસ્ટરમાં જુના મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ મોબાઇલની વિગત/કંપની, આઇએમઇઆઇ નંબર, મોબાઇલ વેચનારનું નામ અને સરનામું તથા આઇડી પ્રુફની વિગતો નોંધવાની રહેશે. એ જ રીતે જુનો મોબાઇલ વેચતી વખતે પણ ઉપર મુજબની વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે. આ હુકમનો અમલ તા. 27/02/2021 થી તા.27/04/2021 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Exit mobile version