Site icon Gramin Today

તાપી જીલ્લામાં ચૂંટણી જીતવા માટે ધાક-ધમકી નીતિ સામે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ તાપી, કીર્તનકુમાર

સ્થાનિક સ્વરાજ ની ચુંટણીના પડ્ઘમ વાગી રહ્યા છે અને દરેક રાજકીય પક્ષોએ જનતા જનાર્દન ની મુલાકાતો અને પ્રોગ્રામો ચાલુ કરી ધીધાં છે, આવાં પ્રસંગે વ્યારા શહેરમાં માહોલ ગરમ થઇ જવા પામ્યો હતો, વ્યારા નગર કોંગ્રેસના અગ્રણી કાર્યકર રાજુભાઈ જાદવને પાસા તથા તડીપાર ની ધમકી આપવા બાબતે ભાજપ ના આગેવાનો દ્વારા જે નીતિ અપનાવવામાં આવી રહી છે તેને કોંગ્રેસ દ્વારા વખોડવામાં આવી હતી અને ભાજપ ની ધાક-ધમકી નીતિરીતિ સામે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.  
આજરોજ તાપી જિલ્લા ખાતે વ્યારા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ કેન્દ્રીયમંત્રી  ડોક્ટર તુષારભાઈ ચૌધરી તથા ધારાસભ્ય શ્રી પુનાજીભાઈ ગામીત ની આગેવાની હેઠળ વ્યારા નગર કોંગ્રેસના અગ્રણી કાર્યકર રાજુભાઈ જાદવને પાસા તથા તડીપાર ની ધમકી આપવા બાબતે ભાજપ ના આગેવાનો દ્વારા જે નીતિ અપનાવવામાં આવી રહી છે અને યેનકેન પ્રકારે સત્તાનો દુરુપયોગ કરવા નો જે પ્રયાસ ભાજપના આગેવાનો દ્વારા થઈ ગયો છે એને લઈને તાપી જિલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રસંગે  પૂર્વ કેન્દ્રીયમંત્રી  ડોક્ટર તુષારભાઈ ચૌધરી તથા ધારાસભ્ય શ્રી પુનાજીભાઈ ગામીત અને વ્યારા શહેર કોંગ્રેસના અગ્રણીઓ સહીત  રાજેશ પટેલ, નીરવ અધ્વર્યુ,  દિલીપ જાદવ જિલ્લા કોંગ્રેસના યુવા આગેવાન યુસુફ ગામીત, નિલેશ ગામીત, યજ્ઞેશ ગામીત સહિત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી હેમંત ઓગલે સહિતના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version