Site icon Gramin Today

તાપી જીલ્લાની કોલેજોમાં પુરક પરિક્ષામાં પાસ થયેલાં વિદ્યાર્થીઓને એડમીશન ન આપતાં વિદ્યાર્થીઓ અટવાયાં:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર 

તાપી જીલ્લાની કોલેજોમાં પુરક પરિક્ષામાં પાસ થયેલાં વિદ્યાર્થીઓને એડમીશન ન આપતાં વિદ્યાર્થીઓને અહી થી ત્યાં આટાફેરા મારવા માટે કરવામાં આવ્યા મજબુર? 

વ્યારા: આજરોજ  તા:૨૯/૧૦/૨૦ ધોરણ ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ તથા તેની સમક્ષ પરિક્ષામા ઉત્તીર્ણ થનારા (પૂરક પરીક્ષામાં) પાસ થયેલા વિદ્યાર્થીઓને એફ.વાય.બી.એ BA મા પ્રવેશ આપવામા ન આવતા વિદ્યાર્થી સંધઠન NSUI તાપી દ્ધારા તાપી જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજોમાં જલ્દીથી પ્રવેશ આપવામા આવે જે થી તેમનું વર્ષના બગડે તે બાબતે તાપી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી.

તાપી જિલ્લામાં કાર્યરત શેક્ષણીક સંસ્થાઓ સંચાલિત અને  સરકારી અનુદાનીત તથા સ્વનિર્ભર વિનયન, વાણિજ્ય કોલેજોમા એડમીશન માટે વિદ્યાર્થીઓ રોજ-બરોજ આંટા ફેરાં મારી રહ્યા છે, કયારે કોલેજ તો ક્યારેક ઓનલાઈન! વ્યારાથી સોનગઠ અને સોનગઠ થી ઉચ્છલ, નિઝર દોડાવી રહ્યા છે,  કોરોના કાળમાં શિક્ષણ ગામડાનાં લોકો માટે જાણે એટલું મોઘું થઇ પડ્યું છે કે પછી જવાબદારો ની બેદરકારી વિદ્યાર્થી નાં માથે? 

પ્રાપ્ત માહિતી મુજબ વ્યારા,ઉચ્છલ,નિઝર ,સોનગઢ સરકારી,અનુદાનીત તથા સ્વનિર્ભર વિનયન,વાણિજ્ય કોલેજો મા ધોરણ ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ તથા તેની સમક્ષ પરિક્ષામા ઉત્તીર્ણ થનારા (પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને એફ.વાય.બી.એ BA મા પ્રવેશ આપવામા ન આવતા વિદ્યાર્થી સંધઠન NSUI તાપી આવ્યું વિદ્યાર્થીઓ ની વાહરે.. NSUI તાપીએ જીલ્લા સમાહર્તાને કરી વિદ્યાર્થીઓની સમસ્યાની રજૂઆત. 

વિદ્યાર્થી સંધઠન NSUI દ્ધારા તાપી જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજો મા પ્રવેશ આપવામા આવે તે બાબતે  આજરોજ તાપી જિલ્લા કલેક્ટર સાહેબશ્રી ને રજુઆત કરવામાં આવી.જેમાં વ્યારા કોલેજ ના GS, Ex GS,સોનગઢ કોલેજ ના GS, ઉચ્છલ કોલેજ ના Ex GS, અને નિઝર કોલેજ ના Ex GS, સાથે અનેક વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

Exit mobile version