Site icon Gramin Today

તાપી જિલ્લા કલેકટરશ્રી ડો. વિપીન ગર્ગ (IAS ) એ પદભાર સંભાળ્યો: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

તાપી જિલ્લા કલેકટર તરીકે ડો. વિપીન ગર્ગ (IAS ) એ પદભાર સંભાળ્યો: 

તાપી જિલ્લા પૂર્વ કલેકટર સુશ્રી ભાર્ગવી દવે, નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવી સહિત અધિકારી/ કર્મચારીઓએ આવકારી શુભકામનાઓ પાઠવી હતી. 

તાપી/વ્યારા:  સમગ્ર રાજ્યમાં સનદી અધિકારીશ્રીઓની બદલી થતા તાપી કલેકટર તરીકે ડો. વિપીન ગર્ગ (IAS ) એ આજરોજ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળી લીધો છે. ડો.ગર્ગ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને ઈ.ચા.ડાંગ કલેકટર તરીકે પણ વધારાનો પદભાર સંભાળી રહ્યા હતા.

             ડો. વિપીન ગર્ગ ૨૦૧૬ની બેચના નવયુવાન સનદી અધિકારી છે. તાપી જિલ્લો વિકાસની હરોળમાં અગ્રેસર બની રહે તે માટે માનવીઓની પાયાની મૂળભૂત જરૂરિયાત શિક્ષણ, આરોગ્ય, પાણી, વિજળી, રસ્તા અને કૃષિ છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે જિલ્લા સમાહર્તા ડો.વિપીન ગર્ગે જિલ્લા વહીવટીતંત્ર વતી કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.

          તાપી જિલ્લા પૂર્વ કલેકટર સુશ્રી ભાર્ગવી દવે, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મનીષભાઈ પટેલ, પ્રાંત અધિકારીશ્રી આર.સી.પટેલ, વ્યારા મામલતદારશ્રી એચ.જે.સોલંકી, ભૂસ્તરશાસ્ત્રી ટી.જે.સૈયદ, ચીટનીશ મયુર પ્રજાપતિ, ડેપ્યુટી કલેકટર તૃપ્તિ પટેલ સહિત અધિકારી/ કર્મચારીઓએ કલેકટર ડો. વિપીન ગર્ગને પુષ્પગુચ્છથી આવકારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

ગ્રામીણ ટુડે ન્યુઝ પરિવાર તરફથી તાપી જિલ્લા સમાહર્તા ડો.વિપીન ગર્ગે ને પદભાર સાંભળવા બદલ ખુબ ખુબ અભિનંદન.

પત્રકાર : કીર્તનકુમાર ગામીત, તાપી

Exit mobile version