Site icon Gramin Today

તાપી જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટીંગ વ્યારા ખાતે યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વ્યારા કીર્તનકુમાર ગામીત

આજ રોજ તાપી જિલ્લા મથક વ્યારા ખાતેની પી.પી.સવાણી વિદ્યામંદિરમાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટિંગ યોજવામાં આવી હતી.

તાપી: વ્યારા: પી.પી સવાણી વિદ્યામંદિર, વ્યારાનાં તાડકુવા ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક માહામંડળની મિટિંગ યોજાય હતી. તાપી જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટીંગમાં ડૉ. દિપક રાજગુરુ(પ્રવકતા) સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત રાજ્ય હાજર રહયા હતા. વૈશ્વિક કોરોના Covid-૧૯ મહામારી નાં વિકટ સમયમાં ૯ માસથી શાળા, શેક્ષણિક સંસ્થાઓ બંધ હાલતમાં છે. હાલ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહયું છે, અને દિવાળી પછી સરકાર શાળા શરૂ કરવાનું વિચારણા કરી રહી છે. ત્યારે સિક્ષણ માટે આવનાર તમામ  બાળકોનાં આરોગ્યને ધ્યાનમાં રાખી સાવચેતીનાં કયા-કયા પગલાં લેવા વિગેરે બાબતોની ચર્ચા આજ રોજ મળેલ મિટિંગમાં કરવામાં આવી હતી. અને તમામ શાળા સંચાલકોને સરકાર દ્વારા બાહર પાડેલ  ગાઈડ લાઈન્સ  વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાઃ તાપી જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટીંગમાં તાપી જીલ્લાનાં હોદ્દેદારોની નિમણુંક કરી હતી. જેમાં તાપી જિલ્લાનાં પ્રમુખ તરીકે શ્રી અજયસિંહ રાજપુત, મહામંત્રી તરીકે શ્રી અશોકભાઈ સોંદરવા, અધ્યક્ષ તરીકે શ્રી નિરવ અધવર્યુની નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય હોદ્દેદારોની પણ નિમણૂંક કરવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ ઝોનનાં હોદ્દેદારો શ્રી સવજીભાઈ પટેલ અને શ્રી આનંદભાઈ પણ તાપી જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની મિટીંગમાં હાજર રહ્યા હતા. તાપી જિલ્લાના સત્યજીતભાઈ દેસાઈ, વિક્રમભાઈ તરસાડીયા, દિપક અગ્રવાલે સહીત અનેક અગ્રણી સંચાલકોએ વિશેષ હાજરી આપી કાર્યક્રમમાં અભિવૃદ્ધિ કરી હતી. તાપી જિલ્લાના પ્રમુખશ્રી રાજપુતે જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં સ્વનિર્ભર શાળા સંચાલકની આ પ્રથમ મિટીંગ યોજવામાં આવી હતી, અને સંગઠનને મજબૂત બનાવવા આહવાન કર્યુ હતું. આ મીટીંગમાં તાપી જિલ્લાની સ્વનિર્ભર શાળાના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Exit mobile version