Site icon Gramin Today

તાપી જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

વકરતા જતાં કોરોનાનાં ત્રીજી લહેરના કેશ  સામે તાપી જીલ્લા તંત્ર બન્યું સાબદું;  તાપી  જિલ્લામાં વહેલી સવાર અને મોડી સાંજના ટયુશન કલાસીસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો: 

 વ્યારા-તાપી: તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.વલવીએ તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં વહેલી સવારના અને મોડી સાંજના ટયુશન કલાસીસો પર જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં અનુસાર તાપી જિલ્લાના વિસ્તારમાં કોઇ પણ મથકોએ વહેલી સવારે ૦૭:૦૦ કલાક પહેલા તથા સાંજે ૦૭:૦૦ કલાક બાદ કોઇ પણ ટયુશન કલાસીસો ચાલુ રાખી શકાશે નહિં કે વિદ્યાર્થીઓને ટયુશન કલાસીસોમાં અભ્યાસાર્થે બોલાવી શકાશે નહિં. ટયુશન કલાસીસોની આજુબાજુ ૨૦૦ મીટર સુધી ચાર કે તેથી વધુ વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે નહિં. શાળા-કોલેજોના કંપાઉન્ડમાં ૨૦૦ મીટર સુધી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઇ ત્રાહિત વ્યક્તિ એકત્રિત થઇ શકશે નહિં. આ હુકમ તા. ૨૦/૦૩/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

Exit mobile version