Site icon Gramin Today

તાપી જિલ્લામાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે જાહેરનામું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

લાઉડ સ્પીકર ડી.જે તેમજ મ્યઝિક સિસ્ટમનો ઉપયોગ પર પ્રતિબંધ રહેશે:

વ્યારા-તાપી: જિલ્લામાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી સંદર્ભે પ્રવર્તમાન કોવિડ-૧૯ની પરિસ્થિતિ ધ્યાને લેતાં જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વઢવાણિયા દ્વારા વિવિધ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ–૩૪ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન અન્વયે મળેલ સત્તાની રૂએ મુજબ કોઈપણ જાહેર સ્થળો/ખુલ્લા મેદાનો/રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં. તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો (Close family members only) સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે. માસ્ક વિના કોઈપણ વ્યકિત મકાન/ફલેટના ઘાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહી. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઈઝરની વ્યવસ્થા ફરજીયાતપણે કરવાની રહેશે.
મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફલેટ/રહેણાંક સોસાયટી સંબંધિત કોઈ પણ સુચનાઓના ભંગ બદલ સોસાયટી/ફલેટના સેક્રેટરી/ અધિકૃત વ્યકિતઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુધ્ધ નિયમોનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મકાન/ફલેટના ધાબા/અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન/ફલેટના ધાબા/અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે અથવા કોઈપણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશ્યિલ ડીસ્ટન્સીંગનો ભંગ થવાથી તેમજ કોરોના સંક્રમણ વધવાની શકયતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે તેમજ મ્યઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધ રહેશે.
૬પ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ/અન્ય રોગોથી પિડીત વ્યકિતઓ, સર્ગભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે. કોઈપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહશાંતિનો ભંગ થાય તેવા કોઈ પણ પ્રકારના લખાણો/સ્લોગન/ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
નામ.સુપ્રિમ કોર્ટ/હાઈકોર્ટ તથા દનત ની સૂચનાઓ અન્વયે ચાઈનીઝ સ્કાય લેન્ટર્સ, ચાઈનીઝ તુકકલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક/કાંચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પ્રતિબંધિત રહેશે. આ અંગે અત્રેના જાહેરનામા ક્રમાંકઃએમએજી/ઉત્તરાયણ/વશી/ર થી ૧૧, તા.૦૩/૦૧/ર૦રર થી અપાયેલ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
જે વ્યકિતઓ પતંગ બજારની મુલાકાત લે ત્યારે કોવિડ-૧૯ સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યકિતઓની સંખ્યા મયાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓેને સહકાર આપવાનો રહેશે. કોવિડ-૧૯ સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા/માર્ગદર્શક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત થી ડેઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ તેમજ થી ઇન્ડિયન પીનલ કોડ- ૧૮૬૦ ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે. આ જાહેરનામુ તા.૧૭/૦૧/ર૦રર સુધી અમલમાં રહેશે.

Exit mobile version