શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાના નવા પ્રભારી મંત્રી તરીકે ડો. કુબેરભાઈ ડીંડોર અગાઉ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ તાપી જિલ્લાના પ્રભારીમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા.
વ્યારા-તાપી: રાજ્યમાં મુખ્યમંત્રી અને નવુ પ્રધાનમંડળ રચાયા બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરી રાજ્યના વિવિધ જિલ્લાઓનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જેમાં તાપી જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ડો. કુબેરભાઈ ડીંડોરની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદિય બાબતોના મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોરને તાપી જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાત સરકારે તમામ મંત્રીઓને જિલ્લાઓની ફાળવણીની યાદી જાહેર કરી છે. તાપી જિલ્લાના નવા પ્રભારી મંત્રી તરીકે જાહેરાત થયા બાદ જિલ્લામાંથી સંગઠન હોદ્દેદારો, કાર્યકરો, ચુંટાયેલા સભ્યોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, અગાઉ રાજ્યમંત્રી યોગેશભાઇ પટેલ તાપી જિલ્લાના પ્રભારીમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા.