બ્રેકીંગ ન્યુઝ

તાપી જિલ્લાના કટસવાણ અને મહિસાગરથી ઝડપાયેલા ત્રણે સંદિગ્ધ નક્સલવાદી નથી:

પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતા સામુ સુઈલ ઓરેયા, બિરસા સુઈલ ઓરયો તથા બબિતા કછપ સુકર આ ત્રણેય મૂળ ઝારખંડના વતની હતા.

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, એડિટર ઇન-ચીફ 

તાપી જિલ્લાના કટસવાણ અને મહિસાગરથી ઝડપાયેલા ત્રણે સંદિગ્ધ નક્સલવાદી નથી: 

તાપી વ્યારા, તા.28 ત્રણ દિવસ પહેલા તાપી જિલ્લાના કટસવાણથી ઝારખંડના બે આરોપીઓ ઝડપાયા હતા. જ્યારે અન્ય એક આરોપી મહિસાગર જિલ્લામાંથી ઝડપાય આવ્યો હતો. જેમાં સામુ સુઈલ ઓરેયા, બિરસા સુઈલ ઓરયો તથા બબિતા કછપ સુકરનો સમાવેશ થાય છે. આ ત્રણેય મૂળ ઝારખંડના વતની હતા. અને હાલ તાપી જિલ્લા તેમજ મહિસાગર જિલ્લાના કેટલાક આદિવાસી વિસ્તારમાં રહેતા હતા. પરતું રાજ્યમાં આ ત્રણેય લોકો નક્સલવાદી હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેઓ નક્સલવાદી નથી અને ગુજરાત સાથે નક્સલવાદનું કોઈ કનેક્શન પણ નથી તે વાત અંહી સ્પષ્ટ થઈ ગઈ છે. આ ત્રણેય લોકો સામુ સુઈલ ઓરેયા, બિરસા સુઈલ ઓરયો તથા બબિતા કછપ સુકરનો સમાવેશ થાય  છે. પથ્થલગડી મૂવમેન્ટ ચલાવતા હતાં. અને તે મૂવમેન્ટ તેઓ ઝારખંડ બાદ ગુજરાતમાં પણ ચલાવવાના હતા તેમ ATSના ઈન્ચાર્જ DCP દીપેન ભદ્ર દ્વારા જણાવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પથ્થલગડી મૂવમેન્ટ ચલાવવા બદલ તેમની સામે ઘણા કેસ થયા હતા. આ મૂવેન્ટમાં ગામની બહાર પથ્થરમૂકી દેવામાં આવે છે. અને અન્ય લોકોને ગામની અંદર જવા દેવામાં આવતા નથી. આ મૂવેન્ટ તેઓ ગુજરાતમાં પણ શરૂ કરવા માંગતા હતા. તે મામલે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.
 (પથ્થલગડી મૂવમેન્ટ શું છે)
ઝારખંડના ખૂંટી જિલ્લાનાં ગામોમાં છેલ્લાં ચાર વર્ષ પહેલા પથ્થલગડી ચળવળે વેગ પકડ્યો હતો. “પથ્થલગડી” શબ્દ કોઈ મૃત વ્યક્તિની સમાધિ પર પથ્થર મૂકવાનો આદિવાસીઓની રીત રસમ અને અનોખા  રિવાજમાંથી આવ્યો છે. આ રિવાજને ધ્યાનમાં રાખી ઝારખંડમાં આદિવાસી સમુદાય મૃત વ્યક્તિની સમાધિ પર મોટા પથ્થરો પર સંદેશો રજૂ કરે છે. જેને પથ્થલડી તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં પથ્થલગડીની એવી સામાજિક અને સાંસ્કૃતિક પરંપરા રહી છે. જેમ ગામમાં દફનવિધિ થતી હોય તે વિસ્તારથી લઈને ગામના સીમાડા સુધી પથ્થર બેસાડીને સંદેશ આપવામાં આવતો હતો. મહત્વનું છે કે વર્ષ 2017-18 માં ઝારખંડમાં સામાજિક આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આંદોલન ઝારખંડના ખૂંટી અને પશ્વિમી સિંહભૂમ જિલ્લામાં ફેલાયું હતું. આ આંદોલનમાં બંધારણની પાંચમી અનુસુચિમાં આદિવાસીઓને આપવામાં આવેલા અધિકારોને પથ્થરો પર લખીને જમીન પર વિવિધ ઠેકાણે શિલાલેખની માફક ખૂંપાવવામાં આવ્યા હતા. આ રીતે આ સમગ્ર પ્રકિયા ઝારખંડના કેટલાક વિસ્તારમાં ચાલી હતી.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है