Site icon Gramin Today

ઢોર ચરાવવા ગયેલા ગોવાળિયા પર દિપડાનો અચાનક હુમલો, સમગ્ર પંથકમાં અરેરાટી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પત્રકાર: પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા

ઢોર ચરાવવા ગયેલા ગોવાળિયા પર દિપડાનો અચાનક હુમલો, સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ…લોકો ભય ના ઓથાર હેઠળ જીવવા મજબુર.. વારંવાર બનતી ઘટના અંગે વન વિભાગ સતર્કતા દાખવે તે જરૂરી..

“ડાંગમાં માનવભક્ષી દિપડા એ આતંક મચાવ્યો..!”

ડાંગ : થોડા દિવસો પહેલાંજ આહવા તાલુકા પંચાયત ના માજી પ્રમુખ શ્રી. શુકરભાઈ ચૌધરી પર રાત્રી દરમ્યાન પોતાના ઘરે ઓટલા પર દિપડા એ હુમલો કર્યો હતો. 

ગત તા : 27/9/23 ના બુધવારે વઘઈ તાલુકામાં આવેલ ગુંજપેડા ગામે મહેશભાઈ નામની વ્યક્તિ પર હુમલો થતાં સમગ્ર ડાંગ જિલ્લાના લોકોમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. 

ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક યોગ્ય પગલાં લઈ આ માનવભક્ષી દિપડાનો યોગ્ય ઉપાય કરે તે હાલ જરૂરી થઈ પડ્યું છે.

સાપુતારા: ડાંગ જિલ્લો ડુંગરો, નદીઓ, ઝરણાં, પશુ, પક્ષી, પ્રાણીઓ અને જંગલોના સૌંદર્યથી ભરપૂર જોવા મળી રહ્યો છે. પણ ઘણા અંશે ડાંગ જિલ્લાના સૌંદર્યને નુકસાન કરવાનું કામ માનવીએ પોતાના સ્વાર્થ માટે કરેલું છે. જંગલમાંથી કિમતી લાકડાઓની તસ્કરી વારેવારે થતી જોવા મળી રહી છે અને ઘણા અંશે ડાંગના ફોરેસ્ટ વિભાગને સફળતા પણ મળી છે પણ માનવી પોતાના લોભ લાલચ માટે જે જંગલોને નુકસાન કરી રહ્યા છે. જેનાથી જંગલોનું પ્રમાણ ઘંટી રહ્યું છે અને જંગલ વિસ્તારમાં રહેતા પશુ પક્ષી પ્રાણીઓ ઘર વિહોણા તથા જોવા મળી રહ્યા છે. જેનાથી જંગલના પશુ, પક્ષી અને પ્રાણીઓ ગામડાં કે પછી શહેર તરફ રહેણાંક વિસ્તારમાં ધસી આવતા હોય છે તેવી જ એક ઘટના ડાંગ જિલ્લાના આહવા તાલુકાનાં જામલાપાડા ગામના ગોવાળિયા ઉપર મંગળવારે દીપડાએ હુમલો કરતાં લોકોમાં ભયનો માહોલ સર્જયો છે. નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતા ફરતા દીપડાએ શુકરભાઇ પર એકાએક હુમલો કરતા ગંભીર ઈજા પહોંચી હતી. 

પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ આહવા તાલુકાનાં જામલાપાડા આવળેમાળ જંગલ વિસ્તારમાં જામલાપાડા ગામનાં શુકરભાઈ બસ્તરભાઈ બાગુલ (ઉ.વ.45) ઢોર ચરાવી રહ્યા હતા. તે દરમિયાન નજીકના જંગલમાંથી શિકારની શોધમાં ભટકતો દીપડાએ આવી ચડી આ ગોવાળિયા પર એકાએક હુમલો કરતા શુકરભાઇને ગંભીર ઈજા પહોંચી હતી. 

આ બનાવની જાણ થતા ગ્રામજનોએ 108 એમ્બ્યુલન્સને કરતા 108નાં પાયલોટ હુસેન વણજાર અને EMT પ્રવિણાબેન તુરંત જ સ્થળ પર પહોંચી જઈ ગોવાળિયાને પ્રાથમિક સારવાર આપી આહવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

જે બાદ આ શુકરભાઇની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે વલસાડ હોસ્પિટલમાં રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. હાલમાં આહવા પશ્ચિમ રેંજનાં આર.એફ.ઓએ આ અંગે પંચકેસ કરી દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.

જિલ્લામાં જંગલોનું ઘટતું પ્રમાણને લઈને ડાંગ જિલ્લાના 5 રાજાઓએ પણ ચિંન્તા વ્યક્ત કરી છે,  અને જંગલ બચાવવા માટે આવેદનપત્ર પણ આપીને સરકારનું ધ્યાન દોર્યું છે.

Exit mobile version