Site icon Gramin Today

ડેડીયાપાડાનાં નાનકડા ગામની ધો.11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થતા ખળભળાટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા તાલુકાનાં નાનકડા ગામની ધો.11 માં અભ્યાસ કરતી સગીરા ઉપર ગેંગરેપ થતા ખળભળાટ;

આ બાબતે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઇ દ્વારા પણ જિલ્લા પોલીસ વડા સાથે વાતચિત કરી આ ઘટનાના કોઈપણ આરોપીઓ બચવાના જોઈએ તેવી માંગ કરી;

નર્મદા: પ્રાપ્ત માહિતી અનુસાર ડેડિયાપાડા તાલુકાના નાનકડા ગામની કિશોરી કે જે ધોરણ 11 માં એક બીજા ગામ ખાતે ભણે છે કે સ્કૂલમાં જવાની જગ્યા એ ડેડિયાપાડા એસ.ટી. ડેપો ખાતે આવી હતી, ત્રણ યુવક તેને દુષ્કૃત્ય ના ઈરાદે આ યુવતીને લઈ ગયા હતા અને ત્યાર બાદ ડેડિયાપાડા ખાતે આવેલ શ્રી.એ. એન.બારોટ વિદ્યાલયની પાછળ આવેલા PWD નાં જુના ક્વાટરમાં આ કિશોરી પર ગેંગરેપ કરવામા આવ્યો હતો, આ ઘટના અંગે સગીરાનાં પરિવારજનોએ સગીરા ઘરે નહોતી એટલે તેની શોધખોળ શરૂ કરી અને બીજા દિવસે તે માસીનાં ઘરે ગઈ હતી, જેમાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો, જેના કારણે તે ઘરે આવી નહોતી જેથી તેના મા-બાપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સગીરાને લઈને આવતા પોલીસ એક્શનમાં આવી હતી, અને ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં સૌપ્રથમ ડેડીયાપાડા પીએસઆઇ પટેલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યાબાદ આજે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર, એલ.સી.બી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ, સીપીઆઈ ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ બનાવની ગંભીરતા સમજીને ઝીણવટ પૂર્વક તપાસ હાથ ધરી છે, જોકે હજુ સુધી આ બળાત્કારની ઘટનામાં 6 આરોપી સામેલ છે તે સ્પષ્ટ થતા હજુ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલું છે, જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરી હતી જે બાદ મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ બાદ પોલીસ દ્વારા તમામ યુવકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને આ ઘટના પોલીસ ફરીયાદ બાદ નામો જાહેર થયા બાદ જ સાચી માહિતી સામે આવશે અને કેટલા આરોપીઓ દ્વારા બળાત્કાર કરાયો તે તપાસમાં બહાર આવશે તે સિવાય નર્મદા જિલ્લા પોલીસ આવતી કાલે નર્મદા જિલ્લાના SC STસેલના ડીવાયએસપી એસ.જી.મોદી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ સાચી હકીકત બહાર આવશે, કિશોરીની પણ મેડિકલ સહિતની અને કિશોરોને પણ સરકારી હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવશે.

Exit mobile version