Site icon Gramin Today

ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કાળઝાળ ગરમીથી લોકોને રાહત :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ , નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ગાજવીજ કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળી.!!!

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના;

નર્મદા જિલ્લામાં તાપમાનનો પારો વધતાં શહેરીજનો તેમજ ગ્રામજનો છેલ્લા ઘણા દિવસો થી અસહ્ય ગરમી અને ઉકળાટ થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા, અને કેટલાક દિવસથી ગરમી અને બફારો વધતા લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા હતા, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નર્મદા જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગઈ રાત્રે ૭ વાગ્યા ની આસપાસ ભારે ગાજવીજ કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેને લઇ ને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોએ ગરમી થી હાશકારો અનુભવ્યો હતો, તેમજ વીજળી પણ ડૂલ થઈ જતાં અંધેરી નગરી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે નર્મદા જિલ્લામાં આગામી પાંચ દિવસ ૧૦ સપ્ટેમ્બર થી ૧૪ સપ્ટેમ્બર,૨૦૨૨ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદની શક્યતા છે.

Exit mobile version