બ્રેકીંગ ન્યુઝ

ડી.ડી.ઓ.ના સરકારી બંગલા પાછળ અધધ–રૂપિયા ૩૦.૬૯ લાખનો ધૂમાડો!

સુરત જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, ગ્રામવિકાસ કમિશનર સહિત સંબંધિત વિભાગમાં લેખિતમાં ફરયાદ કરી તપાસની માંગણી કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે સુરત, નઝીર પાંડોર.

જિલ્લા પંચાયતની કારોબારી સમિતીમાં બંગલા માટે પાંચ લાખ રૂપિયાની રકમની જોગવાઈ કરવામાં આવી હતી. 

સરકારે હાલમાં કોરોના મહામારીને ઘ્યાને લઈને સરકારી ખર્ચમાં  કાપ મુકવા આપી હોવા છતાં પોતાની સત્તાની ઉપરવટ જઈ સમિતીમાં મંજુર કરેલા ખર્ચાની રકમ કરતાં  છ ગણો ખર્ચ કરતાં મામલો ગરમાયો,

જિલ્લા પંચાયતના જાગૃત સદસ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, ગ્રામ વિકાસ કમિશનર સહિત સંબંધિત વિભાગમાં લેખિતમાં ફરયાદ કરી તપાસ કરવાની માંગણી કરી.

હાલમાં સમગ્ર દેશ વૈશ્વિક મહામારી કોરોના સામે ઝંઝુમી રહયા છે બિમારીમાંથી બહાર કેવી રીતે આવી શકાય તે માટેના પ્રયાસો કરી રહ્યા છે, સરકાર દ્વારા પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારી ખર્ચ ઓછા કરવા ની સૂચનાં અધિકારીઓનેે આપી છે.છતા બીજી તરફ સુરત જિલ્લા વિકાસ અધિકારી એ વાયરસની મહામારી વચ્ચે પણ સરકારી પૈસાના જોરેે  સુખસાહિબી ભોગવવા પાછીપાની કરી નથી, અને પોતાની સત્તાના ઉપરવટ જઈને પોતાના સરકારી બંગલા પાછળ અઢિયા સમિતિના ભલામણો અને સરકારના પરિપત્રનો ઉલાળિયો કરવાની સાથે જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ એ મજુંર કરેેલા  ખર્ચ્  કરતા વધુ  ખર્ચ કરાવી મંજુુુરી લાવવાની અપેક્ષાએ ખર્ચ કરતા સમગ્ર મામલો જિલ્લા પંચાયતમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. ત્યારે સમગ્ર મામલે જિલ્લા પંચાયતના સદસ્ય દર્શન નાયકે  ઉચ્ચ સ્ત્તરેે લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરવાની માંગણી કરતા મામલો ભારે ગરમાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા પંચાયતના  ઝુંઝારુ સદસ્ય દર્શન નાયકે રાજયના મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને વિકાસ કશિમરને કરેલી લેખિત ફરિયાદમાં ગત ૧૧મી જૂનના રોજ જિલ્લા પંચાયતની કારોબારીમાં  ડી.ડી.ઓ.નાં  બંગલા માટે પાંચ લાખની જોગવાઈ સદર ખર્ચ મંજુર કર્યો છે. આ પાંચ લાખની જોગવાઈની સામે મંજુરીની અપેક્ષાએ તંત્ર દ્વારા રૂપિયા ૧૫.૮૫ લાખ ઉપરાંત ૧૪.૮૪ લાખ એટલે કે રૂપિયા ૩૦.૬૯ લાખ કોરોના મહામારી સમય દરમિયાન ખર્ચવામાં આવ્યા છે જેમાં ફર્નિચર, ઈન્ટીરીયલ કામગીરી, ગીઝર, પ્રેશરપંપ, ડોર બેલ હેન્ડલ, ટેરેઝો,સફાઈ સીક્યુરીટી ગાર્ડ વગેરે પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે.વધુમાં  ડી.ડી. ઓ.નાં બંગલા અંગે જાહેર બાધકામ સમિતિમાં  રજુ કરવામાં આવતા રૂપિયા ૩૦.૬૯ લાખના કામનો મંજુરીની અપેક્ષાએ ખર્ચે કરવામાં આવ્યો છે જે ખર્ચ મંજુર કરવાનો અધિકાર કારોબારી સમિતિને હોય જે અંગેનો ઠરાવ કર્યો હતો પરંતુ કારોબારો સમિતી કોરોનાસમયમાં મળી ન હતી. છતાં પણ લાખો રૂપિયાનો ખર્ચો કરી નાંખવામાં આવ્યો છે એક તરફ કોરોનાની કટોકટી ચાલતી હોય અને માનવબળ અને આંતરિક સાધનો સેફ્ટી કિટો વિગેરેની અછત વર્તાતી હોય બીજી તરફ સરકાર પ્રજાને કોરોના સહાય ફંડમાં ફોળા આપવા અપિલ કરતી હોય અને સાથે જ જિલ્લા વિકાસ અધિકારીની સુખ સાહિબી માટે તેના  સરકારી બંગલા પાછળ લાખો રૂપિયાનું આંધણ કરાતુ હોïય ત્યારે જિલ્લાને પ્રજાના મનમાં બહુ મોટો પ્રશ્ન ઉઠ્યો છે જીવલેણ બની રહેલ કોરોનાની સામે લડવા ખર્ચ કરવોએ પ્રાથમિકતાની સાથે સમયની માંગ છે ત્યારે વ્યથના ખર્ચા કરી સરકારી નાણાનો દુર વ્યવ કરવામાં આવતા આ અંગે સદસ્ય દર્શન નાયકે મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને ગ્રામ વિકાસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય તપાસ કરી પગલા ભરવાની જનહિતમાં માંગણી કરી છે. અઢિયા સમિતીની ભલામણ અને નાણા વિભાગના પરિપત્ર ને પણ ઘોળીને પી ગયા?

Related Articles

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: न्यूज़ पोर्टल के कंटेट को किसी भी प्रकार से कॉपी करना कॉपीराइट आधीनियम के अनुसार प्रतिबंधित है