Site icon Gramin Today

ડીગ્રી વિના એલોપેથી પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોકટરોને પકડી પાડતી નર્મદા પોલીસ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમબ્રાન્ચ દ્વારા જિલ્લાના તિલકવાળા તેમજ સાગબારા વિસ્તાર માંથી ડીગ્રી વિના એલોપેથી પ્રેક્ટિસ કરતા બે બોગસ ડોકટરો ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 સાગબારા પો.સ્ટે.ના સીમ આમલી ગામ ખાતે એક ઇસમ પોતાના મકાનમાં તબીબી ડીગ્રી અને લાયકાતના સર્ટી વગર દવાખાનુ ખોલી તબીબી પ્રેક્ટીસ કરતા હોવાની જણાયેલ જે રહેણાંક મકાન ઉપર રેડ કરતા સંતોષભાઇ દશરથભાઇ ઢાણકા રહે. સીમ આમલી તા.સાગબારા જી.નર્મદા મેડિકલ ડીગ્રી વગર દવાખાનુ ચલાવતો હોવાનું જણાઇ આવતા તેની પાસેથી એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજાનીડલો, એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ.૫,૦૯૯/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય કિસ્સામાં તિલકવાડા પો.સ્ટે.ના સાવલી ગામે ખાતેથી મેડિકલ સર્ટિ વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોકટર સુભાષચંન્દ્ર સનાતન મલ્લીક રહે. સાવલી ગામ તા.તિલકવાડા જી.નર્મદા ને એલોપેથીક ટેબલેટો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીંજનીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે કિ. રૂ.૫૨,૪૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બંને બોગસ ડોક્ટર વિરૂધ્ધ ઇ.પી.કો. ક્લમ ૩૩૬ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ની કલમ ૨૭(બી)ર તથા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ તથા ૩૫ મુજબ અનુક્રમે સાગબારા અને તિલકવાડા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Exit mobile version