Site icon Gramin Today

ડાંગ જીલ્લાના બહુચર્ચિત મારામારીનાં કેસમાં નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ પ્રદીપ ગાંગુર્ડે 

ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન અને દીકરાના મારામારીનાં કેસમાં નામદાર કોર્ટે જામીન નામંજૂર કર્યા.

સાપુતારા: ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં પટેલપાડા ખાતે રહેતા અજય રમેશ ચૌધરી તેના ઘરની સામે આવેલ સી.ટી સર્વે નં.૧૭૬૬ની જમીન પર આવેલ ટપરી(દુકાન)માં ટેન્ટનો સામાન કાઢતા હતા. તે વેળાએ તેમના ઘરની પાસે રહેતા એઝાઝ સાકીર વાનીએ કહ્યુ હતુ કે, “આ ટપરી(દુકાન) વાળી જગ્યા અમારી છે. ટપરી(દુકાન)ની ચાવી લાવ આમ કહેતા એઝાઝ સાકીર વાનીના પરિવાર અને અજય રમેશ ચૌધરીના પરિવાર વચ્ચે ઉગ્ર બોલાચાલીમાં ઝગડો અને મારામારી થઈ હતી. જેમાં એઝાઝનાં પરિવારનાં સભ્ય પર ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી તથા દીકરા દ્વારા કુહાડી જેવા જીવલેણ હથિયાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે એક ઈસમને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પોહચી હતી. તો બીજા પક્ષ દ્વારા અજય રમેશ ચૌધરીના પરિવારના સભ્યોને પણ લાકડાના દંડા વડે માર મારવામાં આવ્યો હતો તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું. સાથે બન્ને પક્ષોએ એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. અહી ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોનનાં પુત્ર અજય રમેશ ચૌધરીએ એઝાઝ સાકીર વાની અને તેના પરિવારના સભ્ય મળી કુલ ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો એઝાઝની માતા જાયદાબેનએ અજય ચૌધરી અને તેના પરિવારના સભ્ય સહિત કુલ ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ગતરોજ રાત્રીનાં અરસામાં ડાંગ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી ડાંગ ભાજપાનાં પૂર્વ પ્રમુખ રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન તથા તેઓનાં પુત્ર અજય ચૌધરીની ધરપકડ કરીને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધા છે. ત્યારે આહવા પોલીસ દ્વારા રમેશભાઈ ચૌધરી ઉર્ફ ડોન તથા તેઓનાં પુત્ર અજયભાઈ રમેશભાઈ ચૌધરીને આહવાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહી નામદાર કોર્ટે આ બન્ને આરોપીઓનાં જામીન નામંજૂર કરી તા.૦૧/૧૨/૨૦૨૩નાં ૧૩:૦૦ વાગ્યા સુધીનાં રિમાન્ડ મંજૂર કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Exit mobile version