શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા
ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલજીની જન્મ જયંતી અને પ્રથમ મહિલા વડાપ્રધાન અને આર્યન લેડીનું બિરુદ્દ પામેલ સ્વ. ઇન્દિરા ગાંધીની પુણ્ય તિથિ નિમિત્તે સ્મરણાંજલી નો કાર્યક્રમ યોજાયો:
ડાંગ જિલ્લા યુવક કોંગ્રેસ ઘ્વારા ભારતના શિલ્પી અને ભારતના નાયબ વડા સ્વ.સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મ જયંતિ તેમજ એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણો ની આહુતિ આપનાર પ્રથમ મહિલા વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધી ની 37મી પુર્ણય તીથી નિમિત્તે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વધઇ ચાર રસ્તા ખાતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ના મંત્રી તબરેઝ અહેમદ ના અધ્યક્ષ સ્થાને યોજાવામાં આવ્યો હતો. જેમાં સ્વ સરદાર વલ્લભ ભાઈ પટેલ તેમજ ઈન્દીરા ગાંધી ની છબી ને કોગ્રેસનાં કાર્યકરો દ્વારા સુતરની આંટી તેમજ પૂષ્પ માળા અર્પણ કરી એમના કાર્યો ને યાદ કર્યા હતા, આ પ્રસંગે જિલ્લા યુવક કોંગ્રેસ ના રાકેશ પવાર વિધાનસભા યુવક કોંગ્રેસ ના હર્ષ ગાંધી, રાહુલ પટેલ દાદા માને, દિપતેશ પટેલ, રિઝવાન મિલવાલા,મનોજ સુરતી, કૃણાલ ભોંયે સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહયા હતા.