Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો અંગે જોગ સંદેશ;

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ગુજરાતમાં પેટા ચુંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે ડાંગ જિલ્લામા રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ઉપયોગમાં લેવાતા વાહનો અંગે જોગ સંદેશ તંત્ર દ્વારા ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી:

(ડાંગ માહિતી બ્યુરો) આહવા; તા; ૧૯; ભારત નિર્વાચન આયોગ દ્વારા ૧૭૩-ડાંગ (અ.જ.જા) વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૦નો કાર્યક્રમ જાહેર કરેલ છે. તે મુજબ આગામી તા.૦૩/૧૧/૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણીના ઉમેદવારો અને રાજકીય પક્ષો તરફથી ચૂંટણી પ્રચાર માટે વાહનોનો બહોળો ઉપયોગ થનાર છે. જે પ્રચાર સમયે ઘણા પ્રસંગોએ અસામાજિક તત્વો જાહેરમાં મતદારોના મનમાં કોઇ ઉમેદવારના પક્ષમાં મત આપવા ભય ફેલાવે તેવી શક્યતા છે. વધુમાં આવા વાહનો દ્વારા ઘણીવાર ગેરકાયદેસર હથિયાર અને દારૂગોળા આયાત કરી ચૂંટણી પ્રક્રિયાને ખલેલ પહોંચાડે તેવી પણ શક્યતા છે. આ ઉપરાંત ચૂંટણી પ્રચાર ટ્રાફીકને અવરોધરૂપ બને નહી તે પણ જરૂરી છે. આ અંગે ભારતીય ચૂંટણી પંચની સુચના અનુસાર વાહનો ઉપર નિયંત્રણ મુકવુ જરૂરી હોઇ ભારતીય ચૂંટણી પંચ તરફથી અમુક પ્રતિબંધ ફરમાવેલ છે. જેથી શ્રી ટી.કે.ડામોર (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ દ્વારા ડાંગ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં,
૧. કોઇપણ રાજકીય પક્ષો કે ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા ચૂંટણી પ્રચાર માટે પરવાનગી મેળવી માત્ર બે ચક્રીય/ત્રણ ચક્રીય/ચાર ચક્રીય વાહનોનો ઉપયોગ કરી શકાશે.
૨. રોડ શો દરમ્યાન સુરક્ષા વાહનો (જો કોઇ હોય તો) ને બાદ કરતા દર ૫ (પાંચ) વાહનો પછી કાફલો છુટો પાડવાનો રહેશે. વાહનોના કાફલાના બે સેટ વચ્ચે અડધા કલાકનો સમયગાળો રાખવાનો રહેશે.
અપવાદ
જે રાજકીય નેતાઓને લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ-૭૭ (૧) હેઠળ મુક્તિ મળેલ હોય તેઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહી. “વાહનો” માં ટ્રક, ટેમ્પો, કાર, ટેક્ષી, વાન, ત્રણ પૈડાવાળા વાહનો, સ્કુટરો, રીક્ષા, મીની બસ, ટ્રેલર કે તે વિનાનુ ટ્રેક્ટર, સ્ટેશન વેગન તેમજ યાંત્રિક શક્તિથી ચાલતા અન્ય વાહનોનો સમાવેશ થશે.

આ હુકમનુ ઉલ્લંઘન કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી થઇ શકશે. આ હુકમ જાહેરનામાની તારીખથી તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.

Exit mobile version