Site icon Gramin Today

ડાંગ જિલ્લામાં નાણાં ધિરધાર કરનારાઓ માટે અગત્યની સુચના:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

ડાંગ જિલ્લામાં નાણાં ધિરધાર કરનારાઓ માટે અગત્યની સુચના:

ડાંગ, આહવા: ગુજરાત નાણા ધિરધાર કરનાર બાબત અધિનિયમ-૨૦૧૧, તથા નિયમો-૨૦૧૩ હેઠળ નોંધાયેલા શાહુકારો, તેમજ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા તમામને, આ અધિનિયમ તથા નિયમોની જોગવાઈઓને અસરકારક બનાવવા માટે “E-COOPERATIVE PORTAL” લોન્ચ કરવામાં આવેલ છે.

જે મુજબ ડાંગ જિલ્લામા નાણાં ધિરધાર કરનારાઓના નવા રજીસ્ટ્રેશન, તેમજ રીન્યુઅલની તમામ કામગીરી ઓનલાઈન કરવામા આવી છે. જેથી હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની તમામ અરજીઓ “www.ecooperative.gujarat.gov.in” વેબસાઈટ પર કરવાની રહેશે. જે અંગે વધુ માર્ગદર્શન જરૂરિયાત જણાય, તો અત્રેની કચેરીનો રૂબરૂ અથવા તો હેલ્પ ડેસ્ક નં.૦૨૬૩૧ – ૨૨૦૨૨૩ પર નીચે જણાવેલ કર્મચારીઓનો સંપર્ક કરવાનો રહેશે. (૧) શ્રી વી.સી.પટેલ, હેડકલાર્ક, (૨) શ્રીમતી બી.એસ.દેશમુખ, જુ.કલાર્ક તેમ મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ડાંગ–આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં નાણાં ધીરધાર કરનારી તેમજ શ્રોફનું કામ કરતી વ્યક્તિઓ જરૂરતમંદો પાસેથી વ્યાજની ઉઘાડી લૂંટ ન ચલાવી શકે તે હેતુથી સહકારવિભાગ વિધાનસભામાં સુધારા વિધેયક લાવી રહ્યું છે, જેમાં ચક્રવૃિદ્ધ વ્યાજ લેવા સામે પ્રતબિંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિધેયકની જોગવાઇમાં સરકારે કસૂરવારોને દંડ અને સજાની જોગવાઇ કરી છે.

Exit mobile version