Site icon Gramin Today

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં સુબિર ૫ંચાયતનાં થતો ભ્રષ્ટાચારનો દોર યથાવત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા 

ડાંગ જિલ્લાના સુબિર તાલુકાનાં સુબિર ૫ંચાયતનાં થતો ભ્રષ્ટાચાર નો દોર યથાવત. એક પછી એક વિકાસ કામોમાં ગરબડી સામે આવતાં લોકોમાં ચર્ચાએ પકડયું જોર:   વહીવટી તંત્ર ઘોર નિંદ્રા માં.


કટકી કટકી ને માત્ર કટકી નું સામ્રાજ્ય ડાંગ જિલ્લામાં આવેલ સુબિરમાં પી.એચ.સી પાસે ગ્રામ પંચાયત હસ્તક નાળાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જે નાળા ની નથી દેખાઈ રહી કોઈ મજબૂતાઈ નથી કે નથી કોઈ આયુષ્ય, નાળા ની મજબૂતી માટે નાળા નીચે pcc ના કરતા માત્ર ધૂળ માં મૂકી દઇ અને દેખાવ પૂરતું ઉપર થી સિમેન્ટ નો  લેપટો  લગાવીને બીલો ની રકમ ચૂંટણી પહેલા મળી રહે એવી કામગીરી કરવામાં આવી રહી છે, નાળા નું કામ તો પ્રજા ની નજર માં આવ્યું જે સરપંચ અને ટી. સી. એમ, એસ .ઓ ના ભ્રષ્ટાચાર ને ખુલ્લો મુકવા પેપર ના પાને ચડ્યું અને વહીવટી તંત્ર ની આંખો ખુલે તો સારુ..!  આવી સ્પષ્ટતા થકી આવા અનેક કામો ની ટકાવારી માં માનતા અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિ ઓની વચ્ચે ની સાંઠગાંઠ માં થયાં હશે એવું લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે,  આ નાળાનું કામ તો માત્ર ગામ લોકો ના નજરે ચડતા લોકોની પણ ઊંઘ ઊડી માટે સ્થાનિક લોકોની માંગ છે કે પંચાયત માં બચેલા રૂપિયા આમ ન વેડફાય અને કામગીરી ને અટકાવી હાલ અતિ  જરૂરી થઇ પડી છે.

વધુ માં આ અંગે ટેલિફોનિક વાતચીત માં સુબિર ટી.સી.એમ ને કામગીરી અંગે ની વિગત પૂછતા એમણે જણાવ્યું હતું  કે આવી કોઈ પણ માહિતી જોઈતી હોય તો ઓફિસે આવી ને લેવી ફોન ઉપર ન લેવી આ યોગ્ય ન કહેવાય, સરપંચ ને પૂછો, ટી.સી.એમ. ને પૂછો અને તરત જ કામગીરી અંગે વધુ માહિતી ન આપતા ઉદ્ધતાઈ પૂર્વક ફોન કાપી નાખ્યો હતો ,માટે આ સરકાર ના સેવક પ્રજા માટે જેમની નિમણુંક તાલુકા લેવલે કરી હોય એ ટી.સી.એમ પત્રકારો ને આવા પ્રકાર ના જવાબો આપતા હોય તો સામાન્ય વ્યક્તિ નું શુ ગજું , એના પરથી સાબિત થતું જણાયું કે સુબિર ટી.સી.એમ અને એસ. ઓ અને મુખ્ય તો સરપંચ ની ભૂમિકા હેઠળ આજ સુધી ની તમામ કામગીરીઓ માં ક્યાંક ને ક્યાંક કાળું રંધાતુ હોય અને આ મિલીભગત માં સૌ સામેલ હોય એમ જણાયું રહયુ છે.

સુબિર તાલુકા વિકાસ અધિકાર (ટી.ડી.ઓ.)આ તમામ બાબતે ઝીણવટ ભરી તપાસના આદેશ આપે તો ચૂંટણી પહેલા મસ મોટું ભ્રષ્ટાચાર બહાર નીકળી આવે એમ છે.

Exit mobile version