Site icon Gramin Today

જો આપ મિલકતો ભાડે આપો છો તો માલિકોએ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી આવશ્યક: (અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તાપી)  

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

મિલકતો ભાડે આપતા માલિકોએ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવી ફરજીયાત..

વ્યારા:- તાપી જિલ્લામાં રહેણાંક મકાન, ધંધાના એકમો, દુકાનો, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકો દ્વારા આવી મિલ્કતો ભાડે આપવામાં આવે તો તેની માહિતી તૈયાર કરી નજીકના પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસમાં આપવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે. જાહેરનામાં જણાવ્યા અનુસાર તાપી જિલ્લામાં કોઇ મકાન/ દુકાન/ ઓફિસ/ ઔદ્યોગિક એકમોના માલિકો કે સંચાલકોએ એકમો ભાડે આપ્યા હોય તેવી મિલ્કતોની માહિતી તૈયાર કરી સંબંધિત પોલીસ સ્ટેશન અને મામલતદાર ઓફિસને આપી દેવાની રહેશે.  

ઉપરોક્ત જણાવેલ માહિતી પ્રમાણે હવે પછી આવી કોઇ મિલકતો સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઇ વ્યક્તિને ભાડે આપી શકશે નહિં. હવે પછી ભાડે આપવાના હોય ત્યારે ઉપરોક્ત જણાવ્યા સહિત સંબંધિત દલાલ કે જેઓએ ભાડુઆતની ઓળખાણ આપેલ હોય તે અંગેની જરૂરી માહિતી પણ નિયત નમૂનામાં તૈયાર કરી જે તે વિસ્તારના સંબંધિત પોલીસ સ્ટેશન તથા મામલતદારને આપવાની રહેશે. આ હુકમ તા.27/04/2021 સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે. જેની દરેક નાગરિકોએ નોંધ લેવી.   

                                               

Exit mobile version