Site icon Gramin Today

જિલ્લા પોલીસ અને તમામ નેશનલાઇઝ બેન્કો તથા ડી.આઇ.સીના સહયોગથી “લોન મેળો” યોજાશે :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ 

ગુજરાત પોલીસ દ્વારા ચાલતી ડ્રાઈવ “વ્યાજખોરીનાં દુષણ પર લગાવીએ રોક ” અંતર્ગત તાપી જિલ્લા પોલીસ દ્વારા વ્યારા ખાતે  “લોન મેળો”યોજાશે: 

 ટાઉન હોલ ખાતે તાપી જિલ્લા પોલીસ અને તમામ નેશનલાઇઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી “લોન મેળો” યોજાશે

તાપી,  વ્યારા: વ્યાજખોરો પાસે નાણાં વ્યાજે લેવાને બદલે સરકારી યોજનાઓ, સહકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઇ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ નેશનલાઇઝ બેન્ક તથા ડી.આઇ.સીના સહયોગથી વ્યારા સ્થિત ડૉ. શયામ પ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે.  આ લોન મેળામાં જિલ્લાની તમામ જાહેર જનતાને  14મી ફેબ્રુઆરી, મંગળવાર સવારે 11 કલાકે આ ભવ્ય લોન મેળામાં સહભાગી થવા માટે તાપી જિલ્લા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ બાબતે વધુ  માહિતી માટે  2626-221500 પર સંપર્ક કરવા તાપી જિલ્લા પોલીસ દ્વારા અખબારી યાદીમાં  જણાવવામાં આવ્યું  છે.

Exit mobile version