Site icon Gramin Today

જમીન પચાવી પાડતા લોકોમાં ફફડાટ: આ જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગ હેઠળનાં ગુના દાખલ થયા:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં જમીન પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળનાં ગુના દાખલ થયા;

નર્મદા: ડેડીયાપાડા તાલુકાના કુંડીઆંબા ગામમાં આવેલી જમીન પચાવી પાડવાની ફરિયાદ માં પોલીસે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાંતીભાઇ પોહનભાઇ વસાવા રહે.કુંડીઆંબા નિશાળ ફળીયુ ની ફરિયાદ મુજબ (૧) ભીમસીંગભાઇ નવાભાઇ વસાવા તથા (૨) વિજયભાઇ નવાભાઇ વસાવા બંન્ને રહે.કુંડીઆંબા, નિશાળ ફળીયા તા.દેડીયાપાડા જિલ્લો.નર્મદા નાઓને તેમણે કુંડીઆંબા ગામની સીમમાં આવેલ પોતાની માલીકી વાળી જુનો સર્વે નંબર ૧૬૭ નવો સર્વે નંબર-૨૪૦ થી હે.૦૨૪-૦૫ વાળી જમીન સને ૨૦૦૯ માં ખેડવા સારૂ આપેલ હતી અને તે પછી છેલ્લા ચારેક વર્ષથી એટલે કે, સને-૨૦૧૯ થી આ જમીન પરત આપવા માટે અવાર નવાર જણાવતા આ લોકો એ આ જમીન પોતાની હોવાનુ જણાવી ધાક ધમકીઓ આપી આજ દિન સુધી જમીન પરત નહીં આપી આ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી, કબ્જો જમાવી ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે લેન્ડ ગેબિંગ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

બીજી ફરિયાદ સાગબારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ જેમાં નાજાબેન જેગાભાઇ વસાવાની વિધવા પત્ની એ આપેલી ફરિયાદ મુજબ રહે.ઘનશેરા સુપાભાઇ વેસ્તાભાઇ વસાવા રહે. ઘનસેરા નાઓએ નાજાબેન ની ઘનસેરા, તા.સાગબારા,જી.નર્મદા ના સર્વે નંબર–૧૬ ક્ષેત્રફળ-૧- ૮૫-૩૬ (હે.આર.ચો.મી.) વાળી જમીન બળજબરીથી ગેરકાયદેસર અને અનધિક્રુત રીતે કબજો કરી ખેતી કરવા અને તેમા રહેણાંક મકાન હેતુ પાકા મકાન બનાવી પચાવી પાડી ગુનો કરતા સાગબારા પોલીસે લેન્ડ ગ્રેબિગ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version