Site icon Gramin Today

ચોરી કરેલાં વાહન કાપી સ્પેરપાર્ટ છુટા કરી વેચવાનો કારસ્તાન નર્મદા પોલીસનાં હાથે ઝડપાયુ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા 

રાજપીપળા પાસે મોટા રાયપરા નજીક મહારાષ્ટ્રમાથી ચોરાયેલા આઈશર ટેમ્પાને કાપી સ્પેરપાર્ટ છુટા કરી વેચવાનો કારસ્તાન નર્મદા પોલીસનાં હાથે ઝડપાયુ:

[ગાડીઓની ઉઠાંતરી કરી આખી ગાડી વેચવાને બદલે કાપીને સ્પેરપાર્ટસ છુટા પાડીને વેચતી આંતર રાજ્ય ગેંગનું કાવતરું હોવાની શંકા]

નર્મદા: રાજપીપળા નજીક આવેલ મોટા રાયપરા ગામ પાસે ખેતરમાં મહારાષ્ટ્રમાંથી ચોરાયેલા આઇસર ટેમ્પોને કાપી સ્પેરપાર્ટ છુટા કરી વેચવાનો કારસો નર્મદા પોલીસે ઝડપી પાડ્યો છે,

મળેલી માહિતી મુજબ તા.27/08/20ના રોજ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા હાઇવે ઉપર આવેલા મોટા રાયપરા નજીક ખેતરમાં કેટલાક ઈસમો કટરથી આઇસર ટેમ્પોને કાપી તેના સ્પેરપાર્ટ છુટા પડી રહ્યાની જાણકારી રાજપીપળા પોલીસને મળી હોય મળેલી બાતમીની સચ્ચાઇ જાણવા પોલીસ બનાવની સ્થળે પહોંચી ત્યારે આઇસર ટેમ્પોને કાપી લગભગ બધા પાર્ટ્સ છુટા પાડી દેવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મળેલી નંબર પ્લેટના આધારે તાપસ કરતા મહારાષ્ટ્રના પુણે જીલ્લાનુ MH 14 GD 9045 આર.ટી.ઓ પાસિંગ નંબર ધરાવતો આઈશર ટેમ્પો સંદીપ પ્રકાશ મોરે નામના વ્યક્તિની માલિકીનું જણાય આવેલું અને કેટલાક દિવસો અગાઉ ચોરાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અને ટેમ્પોના માલિકે ચોરીની મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી હોય ત્યાંની પોલીસ દ્વારા  આ બાબતની તપાસ આદરી હતી.

ગાડીઓની ઉઠાંતરી કરી આખી ગાડી વેચવાને બદલે, ચોરેલા વાહનને કાપીને સ્પેરપાર્ટસ છુટાં પાડીને વેચી મારતી આંતર રાજ્ય ગેંગનુ આ કારસ્તાન હોઈ શકે છે. અને આ કારસામા સ્થાનિક ઈસમો સંકળાયા છે કે કેમ?  એ દિશામાં નર્મદા જિલ્લા પોલીસ તપાસ ચલાવી રહી છે. એ જરૂરી પણ છે, જેથી અગાઉ આવા વાહન તોડીને વેચી ખાધા હોય તો એની પણ માહિતી બહાર આવી શકે તેમ છે.

Exit mobile version