Site icon Gramin Today

ચેરમેન રાજુ પાઠક અને માનસિંગ પટેલ વચ્ચેનો સુમુલનો ગજગ્રાહ યથાવત:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સુરત નઝીર પાંડોર

સુમુલનો મામલો થાળે પડે તે પહેલાં જ અવાઝ  દાબી દેવાનો પ્રયાસ તો નથી ને?  વિવાદ વચ્ચે નવો વિવાદ!

સુરત જીલ્લાની મહુવા સુગરનાં માજીચેરમેન અને વર્તમાન ડિરેક્ટર માનસિંહ પટેલ દ્વારા સુમુલડેરીનાં વહીવટ ઉપર અનેક પ્રશ્નો ઉઠાવી છેક વડાપ્રધાન અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી છે; અને આ પ્રશ્ને સુમુલના ચેરમેન રાજુભાઇ પાઠક અને માનસિંહ પટેલ વચ્ચે ગજગ્રાહ આજ દિન સુધી યથાવત છે,

 

સુમુલ વહીવટ  ફરિયાદ બાબતે હજુ કઈ નિર્ણય આવ્યો નથી,  ત્યારે મહુવા સુગરનાં ગેરવહીવટ તથા ભંગાર બારોબાર વેચી નાખવાનો પ્રશ્ન ઉભો થવા પામ્યો છે,  જે પ્રશ્ને ગુજરાત હાઈકોર્ટે રાજયનાં ખાંડ નિયામકને ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા નોટીસ પાઠવી છે, હાઇકોર્ટેમાં આ પીટીશન ગુણવંત વહીયાએ દાખલ કરી છે, અને પીટીશનમાં વર્તમાન ડિરેક્ટર માનસિંહ પટેલ સામે આક્ષેપો કરવામાં આવતાં અચાનક જ માનસિંહ પટેલે રાજીનામુ આપી દેતાં સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે, જ્યારે માનસિંહ પટેલનું કહેવું છે કે મારી છબી ખરાબ કરવા આ પીટીશન દાખલ કરવામાં આવી છે, મે નેતીકતાંનાં ધોરણે રાજીનામુ આપ્યું છે  જેથી તટસ્થ તપાસ થઈ શકે, મહુવા સુગરનાં એમ.ડી.કે.એન.કાપસે એ જણાવ્યું છે કે ડીરેક્ટર માનસિંહ પટેલે   મહુવા સુગરનાં  ડિરેક્ટરપદે થી રાજીનામુ આપતો પત્ર મળ્યો છે, અને આ અંગે ચેરનેનને જાણ કરી છે, આ રાજીનામાંને લઈ ફરી એકવાર સહકારી રાજકારણ ગરમાયું છે. જોવું રહ્યુંઈ જેમનાં લીધે વિવાદનો મધપુડો છછેડયો તેવાં સુમુલના ચેરમેન રાજુભાઈ પાઠકનું શું થાય છે? કે પછી સમગ્ર વિવાદ માનસિંગ પટેલનાં નવાં વિવાદથી સમી જાય છે?

Exit mobile version