શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ બ્યુરો ચીફ સુનીતા રજવાડી
ઘાણીખૂટનાં ધારિયા ધોધમાં ૧૨ યુવાનો નહાવા જતાં ૧૨ પેકી એક યુવાન ડૂબ્યો. મિત્ર મંડળ દેહ્સત: અને પરિવારમાં ભારે શોક!
નેત્રંગ: થવા નજીક આવેલી કરજણ નદીના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણી ની આવક હતી, જેના કારણે ઘાણીખૂટ નાં ધારીયા ધોધ પાસે પણ પાણીનો પ્રવાહ વધુ છે. અને covid 19 ને લઈ ને ગ્રામજનોએ આ ધોધ પર સહેલાણીઓ માટે પ્રવેશબંધી કરી છે, છતાં પણ પ્રવાસીઓ તેનો અનાદર કરી રહ્યા છે, જ્યારે અંકલેશ્વરના અંદાડા અને ગડખોલ પાટિયા થી ૧૨ જેટલા મિત્રો ફરવા માટે આ ધોધ પર આવ્યા હતા, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મિત્રો દેવમોગરા ખાતે પણ ગયા હતાં અને વળતી વખતે આશરે ૪ કલાકે તેઓ અહી આવ્યાં હતાં, જેમાં થી ચંદન ઘનશ્યામ સહાની, ઇકો કારનો ડ્રાઇવર મેહુલ. રમેશભાઈ ઓડ આ ધોધ માં નાહવા પડ્યા હતા. પાણીનું વહેણ વધારે હોવાથી મેહુલ ઓડ બહાર નીકળી ગયો હતો, પરંતુ ચંદન સહાની થાકી જતા તેણે મિત્રો પાસે મદદ માગી હતી, જેથી મેહુલ ઓડે મદદ કરવાં કૂદકો માર્યો હતો.પણ તે વહેણમાં ક્યાં જતો રહ્યો તેની ખબર પડી નહોતી. કરજણ નદીના વહેણમાં મેહુલ ઓડ ડૂબ્યો હતો, આ બનાવની જાણ થવા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ. અશોકભાઈ વસાવાને થતાં તરતજ ઘટના સ્થળે પોહચી બચાવ અને શોધખોળની કામગીરી સ્થાનિક લોકોની મદદ લઇ હાથ ધરી હતી.
મોડી સાંજે ૭ કલાકે ભારે જેહમત બાદ લાસ સ્થાનિક તરવેયાઓની મદદ દ્વારા શોધી કાઢી હતી, અને સ્થાનિક પોલીસે અગાઉની કાર્યવાહી (પીએમ) માટે નેત્રંગ ખાતે ના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવેલ.