Site icon Gramin Today

ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર મહારાષ્ટ્ર માંથી આવતાં વાહન ચાલકો અને લોકોનું કોવિડ ટેસ્ટ સાથે સઘન ચેકીંગ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગુજરાત રાજ્ય તેમજ દેશમાં કોરોનાની બીજી લહેર અંત તરફ જઈ રહી છે. નિષ્ણાંતોના મત મુજબ જલ્દી ત્રીજી લહેર આવશે.ત્યારે તકેદારીના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર પાસે મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં પ્રવેશતા સાગબારા તાલુકાના ઘનશેરા ચૅકપોસ્ટ પાસે આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સાગબારા તાલુકાના ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર રાજ્ય માંથી આવતાં વાહન ચાલકો તેમજ લોકોનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. બધાનો કોવિડ ટેસ્ટ RTPCR અને Antigen ટેસ્ટ કરવામાં આવે છે. કોવિડ ટેસ્ટ કર્યા પછી જ ગુજરાત રાજ્યમાં પ્રવેશ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ મહામારી સંકમણનુ પ્રમાણ વધુ છે. તેમજ નવો રોગ ડેલ્ટા પલ્સ પણ રાજ્યમાં માથું ઉચકીયુ છે. ત્યારે ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર કોરોના સેન્ટર ઉપર કોવિડ ટેસ્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેથી તકેદારીના ભાગરૂપે ગુજરાતમાં કોવિડ અને ડેલ્ટા પલ્સ બિમારી મહારાષ્ટ્ર રાજ્ય માંથી પ્રવેશ ન કરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. સાગબારા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એલ.ગળચર દ્વારા પણ સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. તેમજ ઘનશેરા પોલીસ ચેકપોસ્ટ ઉપર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાતદિવસ આ સધન ચેકીંગની કામગીરી કરવામાં આવે છે.

Exit mobile version