Site icon Gramin Today

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગેરકાયદે ખનન મુદ્દે MP મનસુખ વસાવાએ મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર!

કેટલાક રાજકારણીઓ, ખાણ-ખનિજતા અધિકારીઓ ભૂ માફિયા અને રેત માફિયા સાથે મળી મામલતદાર અને રેવેન્યુ અધિકારીઓના આંદોલનને સાથ આપી રાજ્ય સરકાર ઉપર દબાણ લાવી રહ્યાં હોવાનો પત્ર ભરૂચ MP મતસુખ વસાવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.

વડોદરા જિલ્લાના નારેશ્વર પાસેની ઘટનાને લઇને ગુજરાતના મામલતદારો તથા તેમનાં રેવન્યુ કર્મચારીઓ અલગ – અલગ પ્રકારે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન પાછળ ગુજરાતભરનાં રેત માફિયાઓ તથા જમીન માફિયાઓ તથા કેટલાક ખાણ – ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા આ ધંધા સાથે જોડાયેલા કેટલાક રાજકીય આગેવાનો પડદા પાછળ કામ કરી રહ્યા છે. જે અંગે MP મનસુખ વસાવાએ CM ને લખેલા પત્રમાં ઘટસ્ફોટ કર્યો છે.

નારેશ્વરની ઘટના પછી આપ CM તે સમગ્ર ઘટનાં થી ભરૂચ MP એ વાકેફ કર્યા હતા. જે બાદ મુખ્યમંત્રીએ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદે રેતી, માટી ખનન કરનારાઓની સામે કડક હાથે કામ લીધું જેનાથી આ રેત માફિયાઓ જમીત માફિયાઓમાં ગભરાટ ફેલાયો. આજે આખા ગુજરાતમાં બે નંબરીયાઓ બધા મોટા ભાગે બંધ થઇ ગયા છે.

પરંતુ રેત માફિયા, ભુમાફિયા અને આ ધંધા સાથે જોડાયેલ ઉચ્ચ અધિકારીઓ સરકાર ઉપર દબાણ લાવી રહ્યા છે કે “ મનસુખ વસાવા માફી માંગે ’’ હકિકતમાં તો નારેશ્વરની ઘટતામાં હું મનસુખ વસાવા પ્રજા ” સાથે રહ્યો છું. ઘટનાના બીજા દિવસે તારેશ્વર પાસે 50 થી 60 ડમ્પર ભીની રેતી ભરેલા રોયલ્ટી વિનાના ઉભા હતા. પ્રજાની માંગણી હતી કે આ બે નંબરી વહાનોનું પંચનાંમું કરાવવાતી અને તે માટે મે ઉપસ્થિત બધાજ અધિકારીઓને પંચનામું કરવા જણાવ્યું.

જોકે તેમનાં ઉપર સ્થાનિક રાજકિય આગેવાનો તથા ઉચ્ચ અધિકારી ઓતું દબાણ હતું અને તેનો મને ખ્યાલ આવી જતાં પ્રજાનો આકૌશ શાંત પાડવા મેં ઉપસ્થિત બધાજ અધિકારીઓને ગુસ્સામાં ઉંચા અવાજ થી વાત કરી હતી. તેનો વિડીયો પ્રજામાં છુપાયેલા સંતાયેલા રેત માફિયાનાં માણસોએ રેકોંડીંગ કરી વાયરલ કર્યો. મેં ફક્ત મામલતદાર કે તેમનાં સર્કલ ઓફિસર સાથે ઉગ્ર ભાષામાં વાત નથી કરી. મેં પ્રથમ તો આ વિસ્તારનાં રાજકીય આગેવાનો, ખાણ ખનીજ અધિકારી, રેત માફિયા મામલતદાર આ બધાની મિલીભગતથી બેરોકટોક ગેરકાનુની રેતીનું ખનન થઇ રહ્યું છે તે અધિકારીઓની બેદરકારીતાને કારણે આ માછી સમાજના ત્રણ વ્યકિતઓનું મૃત્યુ થયું છે.

આનાં જવાબદાર તમે લોકો છો. તમે લોકો સરકાર ને બદનામ કરો છો. તે મુજબ ભારપુર્વક હું બોલ્યો છું. પરંતુ ગુજરાતનાં મામલતદારો આખી ઘટનાને જાણ્યા વિના ખોટા એક તરફી વિડીયોનો આધાર લઇ રેત માફિયાઓ, જમીન માફિયાઓનાં કહ્યા મુજબ મને દબાવવા “ મનસુખ વસાવા માફિ માંગે ’’ તેવું આંદોલન કરી રહ્યા છે.

CM સાહેબ હું વર્ષોથી ગેરકાનૂની રીતે નર્મદા નદી માંથી રેતીનું ખનન થઇ રહ્યું છે. તે રોકવા માટે તથા માં તર્મદાને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છું. હું વિશ્વાસ સાથે આપ સાહેબને જણાવું છું કે સરકારનાં પારદર્શક વહિવટનો હું સાચા અર્થમાં અમલ કરી રહ્યો છું. જયારે કેટલાક સજ્જનો આડકતરી રીતે રેત માફિયાઓ, જમીન માફિયાઓને બચાવવા મેદાને પડયા છે. સાહેબ આપતો રાજ્યનાં વડા છો તેમ કહી MP મનસુખ વસાવાએ CM પાસે ન્યાયની આશા રાખી છે.

 

Exit mobile version