Site icon Gramin Today

ગેરકાયદેસર ગેસનાં બોટલો રાખી, વેચાણ તથા રિફીલીંગ કરતા ઇસમોને ઝડપી પાડતી SOG ટીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નવસારી, વાંસદા કમલેશ ગાંવિત 

વાંસદા પો.સ્ટે. વિસ્તાર માંથી ગેરકાયદેસર ગેસ બોટલો રાખી વેચાણ તથા રિફીલીંગ કરતા ઇસમોને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.ટીમ:

નવસારી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષીકેશ ઉપાધ્યાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.જી.રાણા સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા બાબતે આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.પી. પટેલ, એસ.ઓ.જી. નવસારીનાઓએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આઘારે  તા.૧૫/૦૨/૨૦૧૧ના રોજ એ.એસ.આઇ. કિશોરભાઇ ગુલાબભાઇ, અ.હે.કો. મોહમદફેસલ મકબુલહુસેન તથા પો.કો. નિલેશભાઈ રતિલાલનાઓ સાથે વાંસદા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હે.કો. મોહંમદફેસલ મકબુલહુસેન તથા પો.કો. નિલેશભાઇ રતિલાલનાઓને બાતમી મળેલ કે, “મોજે ઉનાઇ ગ્રામપંચાયત ઓફિસની લાઇનમાં, નિજાનંદ રોડ, ઠાકોરલાલ એ.ભાવસાર નામની કાપડની દુકાનની પાછળ રહેણાંક મકાનના વાડામાં યોગેશચંદ્ર ઠાકોરભાઇ ભાવસાર નામનો ઇસમ લાયસન્સ/બીલ વગર ગેસના બોટલ રાખેલ છે અને પોતાના આર્થિક ફાયદા સારૂ વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરતાં આરોપી યોગેશચંદ્ર ઠાકોરભાઇ ભાવસાર ઉ.વ. ૬૩ રહે.ઘર નં.૪૫૯, નિજાનંદ રોડ,ઉનાઇ ગ્રામ પંચાયત ઓફિસની લાઇનમાં, તા.વાંસદા,જી.નવસારીનાઓ હાજર મળી આવેલ જેને સાથે રાખી મજકુરના ઘરની ઝડતી તપાસ કરતાં ભારતગેસ કંપનીના ખાલી તથા ભરેલ ગેસ સિલીન્ડર – ૦૬ કિં.રૂ. ૧૩૫૦૦/- એચ.પી. ગેસ કંપનીના ખાલી તથા ભરેલ ગેસ સિલીન્ડર-૦૫ કિં.રૂ.૧૧,૦૦૦/- સુપરગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર-૧૬ કિં.રૂ.૧૨,૮૦૦/- શેલ ગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર-૦૫ કિં.રૂ.૪૦૦૦/- પુરી ગેસ કંપનીના ખાલી ગેસ સિલીન્ડર-૧ કિં.રૂ.૮૦૦/- ભારતગેસ કંપનીનો ૫ કિલો ગેસ ભરેલ સિલીન્ડર-૧ કિં.રૂ.૮૫૦/- લોખંડનું ત્રાજવું તથા વજનિયા કિં.રૂ.૧૦૦૦/-ગેસના બાટલા ભરવાની બાસુરી પાઇપ ૦૨-કિં.રૂ.૨૦૦/- પીન નંગ-૦૩ કિં.રૂ.૧૫૦/- ગેસ બોટલ વાલ્વ ખોલવા માટેનું સ્કુ ડ્રાયવર કિં.રૂ.૨૦૦/- ગેસના બાટલાની નીપલ ખોલવાનું સ્કુ ડ્રાયવર કિં.રૂ.૬૦/- મળી કુલ ૪૪,૫૬૦/- ની મતાનો મુદામાલ કબજે કરી આરોપીના વિરુધ્ધમાં વાંસદા પો.સ્ટે. માં આઇ.પી.સી. કલમ ૨૮૬ મુજબ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩,૭ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ વાંસદા પો.સ્ટેશન ખાતે સોંપેલ છે.

Exit mobile version