Site icon Gramin Today

ગુડ ગવર્નન્સ અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર બુધવારે રાત્રીસભાની પહેલ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

ગુડ ગવર્નન્સ અંતર્ગત તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રીસભાની પહેલ: તાપી જિલ્લામાં હવે રાત્રીસભા યોજાશે:

દર બુધવારે પ્રત્યેક તાલુકામાં એક અઠવાડિયામાં એક ગામમાં રાત્રીસભાનું આયોજન: 

પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે; સ્થળ પર મહત્વનાં વિભાગના અમલીકરણ અધિકારીઓ ને  લોકો તેમની સમસ્યાઓ રજૂઆત કરી શકશે, 

આજે ઉચ્છલ તાલુકાના સાંકરદા ગામથી રાત્રીસભાની શરૂઆત:

વ્યારા: તાપી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત તમામ તાલુકાઓમાં નાગરીકોના પ્રશ્નોના નિરાકરણ માટે રાત્રીસભાના આયોજનની પહેલ કરવામાં આવી છે. જેમાં પ્રત્યેક તાલુકામાં એક અઠવાડિયામાં એક ગામમાં દર બુધવારે રાત્રીસભા યોજાશે. જેની શરૂઆત આજે ઉચ્છલ તાલુકાના સાંકરદા ગામથી થશે.

આ રાત્રીસભામાં જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સહિત જિલ્લાના અન્ય મહત્વના વિભાગો જેવા કે, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત), મહેસુલ વિભાગ, પોલીસ વિભાગ, ટ્રાયબલ સબપ્લાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડી.જી.વી.સી.એલ, અન્ન અને નાગરીક પુરવઠા, પાણી પુરવઠા, અને એસ.ટી.નિગમ જેવા સરકારી વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ઉપસ્થિસત રહી પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

Exit mobile version