Site icon Gramin Today

ગાંધીનાં ગુજરાતમાં દેશી દારૂની રેલમછેલ, નેત્રંગ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાં ધમધમતી હાટડીઓ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર 

ગાંધીનાં ગુજરાતમાં દેશી દારૂની રેલમછેલ… કાયદો માત્ર કાગળિયા પર.. જાહેરમાં કાર્યરત અડ્ડા થી લોકોમાં જનઆક્રોશ…

નેત્રંગ તાલુકાના મોટાજાંબુડા ની સીમમાં દેશી દારૂનાં અડ્ડડા કોનાં આશીર્વાદ થી ધમધમી રહ્યા છે?? જવાબ દે નેત્રંગ પોલીસ.!

નેત્રંગ પોલીસ નો ખોફ બુટલેગર અને દેશી દારૂના અડ્ડા પર નહિવત, 

સ્થાનિક પોલીસ ને જાણ કરવા છતાં કોઈ રેડ પડાતી નથી..

આ દેશી દારૂનાં લત કે દુષણને કારણે અનેક આદિવાસી પરિવારોમાં ઝગડા અને હાર્યા ભર્યા પરિવાર વેર વિખેર થઈ રહ્યા છે..

હવે જોવું રહ્યું પોલીસ તંત્ર આ બાબતે શું પગલાં લે છે, કે મીલીભગત થી સાંઠ ગાંઠ કરી લે છે??

ભરૂચ: ગાંધી નાં ગુજરાતમાં દેશી દારૂની રેલમ છેલ.. નેત્રંગ તાલુકાના મોટાજાંબુડા ગામ ની સીમમાં નદી કિનારે ખુલ્લેઆમ દેશી દારૂનો હડ્ડો ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે, અહીંયા ચાલતાં દારૂ નાં અડ્ડા પાછળ નેત્રંગ પોલીસનાં છુપા આશીર્વાદ અને મેળા પીપણા વગર દારૂની હાટડી ચલાવવી શક્ય નથી! તેમ લોક મુખે ચર્ચાએ જોર પકડ્યું છે. જેના કારણે દારૂના હડ્ડા વાળા પણ બિન્દાસ થઈ દાદાગીરી થી ખુલ્લેઆમ વેચી રહ્યા છે. આ દેશી દારૂનાં હડ્ડાને કારણે અનેક આદિવાસી પરિવારો બે ઘર થઈ રહ્યા છે, હવે જોવું રહ્યું સ્થાનિક પોલીસ તંત્ર આ બાબતે શું પગલાં લે છે તે જોવું રહયું, કે પછી મીલીભગત થી સાંઠ ગાંઠ કરી ને કામગીરી માત્ર કાગળિયા પર થાય છે??

Exit mobile version