Site icon Gramin Today

ગાંધીનગરમાં તસ્કરો બેફામ બન્યા:  નિવૃત IAS ડી.કે.રાવના બંગલામાંથી 40 લાખની ચોરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ડાંગ રામુભાઇ માહલા

ગાંધીનગરમાં તસ્કરો બેફામ બન્યા :  નિવૃત IAS ડી.કે.રાવના બંગલામાંથી 40 લાખની ચોરીમાં તસ્ક છેલ્લા છ મહિનાથી હૈદરાબાદ રહેતા નિવૃત IAS ડી,કે,રાવે પોતાના મિત્રને ઘરની સફાઈ માટે મોકલતા ચોરી થયાનું ખુલ્યું,

ગાંધીનગરઃ રાજયના પાટનગર ગાંધીનગરમાં તસ્કરો બેફામ બન્યા છે સેકટર-8માં રહેતા નિવૃત સચિવ ડી.કે.રાવના બંગ્લામાં 40 લાખની ચોરી થઈ છે આ ચોરી લોકડાઉન દરમિયાન થઇ હતી.તસ્કરો તેમના બંગલામાંથી સાડા પાંચ લાખ રુપિયા રોકડા અને 34 લાખના હીરા જડીત દાગીના મળીને 40 લાખની ચોરી કરી ગયા.હતા આ બનાવ અંગે સેકટર-7 પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગર શહેરના સેકટર-7માં રહેતા નિવૃત સચિવ ડી.કે.રાવ છેલ્લા 6 મહિનાથી તેમના વતન હૈદરાબાદમાં હતા.નિવૃત્ત IAS ડી.કે.રાવે સરગાસણમાં રહેતા પોતાના પાદરી મિત્રને ફોન કર્યો હતો અને તેમના ઘરની સાફ સફાઈ કરાવવાની વાત કરી હતી.ડી.કે.રાવના મિત્ર સાફ સફાઈ કરાવવા માટે ઘરે પહોંચ્યા ત્યારે ડી.કે.રાવેના બંગલામાં તમામ સામાન વેર વિખેર પડ્યો હતો અને બારીની ગ્રીલ તુટેલી હતી.આ અંગે ડી.કે.રાવને જાણ કરતા તિજોરીની તપાસ કરવાનું કહ્યું હતું.તિજોરીમાંથી તસ્કરો 34 લાખના હીરા જડિત દાગીના અને આ ઉપરાતં તિજોરીના અલગ ડ્રોઅરમાં પડેલા સાડા પાંચ લાખ રુપિયા પણ તસ્કરો ચોરી ગયા હતા. આ બનાવની જાણ સેકટર પોલીસને કરવામાં આવતા સેકટર-7 પોલીસ બનાવ સ્થળ પર આવી પહોંચી હતી અને ડોગ સ્કોડના મદદથી ગુનો ફેંદવાની કોશિશ કરી હતી.નિવૃત સચિવ ડી.કે.રાવના બંગલાની બન્ને બાજુ હથિયારધારી જવાનો રહે છે, તેમ છતાં તસ્કરો ડી.કે.રાવના મકાનમાંથી 40 લાખની ચોરી કરી ગયા. છતા નિવૃત સચિવને ચોરીના બનાવની જાણ થઈ ન હતી.

Exit mobile version