Site icon Gramin Today

ખોખરાઉમર ગામે ન્યાયાલય દ્વારા કાનૂની અવેરનેશ કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,નર્મદા સર્જનકુમાર 

સમગ્ર ગુજરાત સહીત નર્મદા જિલ્લાનાં ખોખરાઉમર ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ન્યાયાલય દ્વારા પાન ઇન્ડિયા કાનૂની અવેરનેશ કાર્યક્રમ દ્વારા લોકોને માહિતગાર કરાયા;

કાનુની સેવા સમિતી ન્યાયાલય ડેડીયાપાડા દ્વારા તાલુકાના દરેક ગામમાં જઈને મફત કાનૂની સહાયની જાણકારી આપીને લોકોને પેમ્પલેટ્સ આપીને માહિતી આપવામાં આવે છે.

છેલ્લા કેટલાક દિવસો થી ડેડીયાપાડા ન્યાયાલયના કર્મચારીઓ દ્વારા વિસ્તારના દરેક ગામડાઓમાં જઇ લોકોને મફત કાનૂની સહાય કોને મળી શકે?
કયા પ્રકારના કેસોમાં કાનૂની સહાય મળી શકે?
કાનૂની સહાયમાં કેવા પ્રકારની સહાય મળી શકે?
જેવી અનેક કાયદાકીય  બાબતની લોકોને વિસ્તૃત  સમજ આપીને જાગૃત કરવામાં આવી રહ્યા છે.

Exit mobile version