શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર ગામીત
તાપી: ગતરોજ તા:૨૯/૧૦/૨૦ના દિને તાપી જિલ્લાની વ્યારા, ઉચ્છલ, નિઝર, સોનગઢ ખાતેની સરકારી અનુદાનીત તથા સ્વનિર્ભર વિનયન, વાણિજ્ય કોલેજોમા ધોરણ ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ તથા તેની સમક્ષ પરિક્ષામા ઉત્તીર્ણ થનારા એટલેકે પાછળ થી પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ને એફ.વાય.બી.એ (BA) મા પ્રવેશ આપવામા ન આવતા વિદ્યાર્થી સંધઠન NSUI તાપી દ્ધારા તાપી જિલ્લાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજો મા પ્રવેશ આપવામા આવે તે બાબતે તાપી જિલ્લા કલેક્ટર સાહેબને રજુઆત કરવામાં આવી હતી જે રજુઆત ને ધ્યાનમા રાખી વિદ્યાર્થીઓના હિતમા નિર્ણય લેવામા આવ્યો છે:
નિવાસી અધિક કલેક્ટરશ્રી ને એક દિવસ મા તમામ કોલેજોનાં આચાર્ય જોડે ચર્ચા વિમર્શ કરીને તાપી જિલ્લાની વ્યારા, ઉચ્છલ, નિઝર , સોનગઢ કોલેજોમા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું અને તા ૨/૧૧/૨૦ ના રોજ તાપી NSUI દ્ધારા વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધારણા પ્રદર્શન કરતા વ્યારા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડિપાર્ટમેન્ટ ૨૫ થી વધારે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ લઈ પ્રવેશ આપવાની બાહેધરી આપવામા આવી હતી ત્યાર પછી NSUI દ્ધારા આદોંલન મોકુફ રાખવામા આવ્યું હતું અને તમામ કોલેજો મા નાયબ કલેક્ટર શ્રી દ્ધારા પરિપત્ર જાહેર કરી તમામ જીલ્લાની સરકારી અનુદાનીત તથા સ્વનિર્ભર વિનયન, વાણિજ્ય કોલેજોમા ધોરણ ૧૨ (HSC) સામાન્ય પ્રવાહ તથા તેની સમક્ષ પરિક્ષામા ઉત્તીર્ણ થનારા એટલેકે પૂરક પરીક્ષામાં પાસ થયેલા કે જેઓ ને એડમીશન ન મળે તો આખું વર્ષ બગડવાની સંભવના હતી, પ્રથમ તબ્બ્કાના બાકી રહી ગયેલાઓને પ્રવેશ આપવા અને સકારત્મક વલણ અપનાવવા માટે તંત્ર એ કર્યો આદેશ, તાપી જીલ્લાની ટીમ NSUI ની લડત ધ્યાનમાં લઇ તંત્ર એ આદેશ અપાયો, અને પરિપત્ર જવાબદાર વિભાગ અને કોલેજમાં મોકલી આપ્યો છે.