Site icon Gramin Today

કોલીવાડા (પણગામ) ની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

કોલીવાડા (પણગામ) ની આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં:

નર્મદા: દેડીયાપાડા તાલુકાના સોલિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ કોલીવાડા(પણગામે) જીવના જોખમે નાના ભૂલકાઓ આંગણવાડીમાં બેસવા અને શિક્ષણ લેવા બન્યા મજબુર  ઘણા વર્ષો અગાઉ બનાવવામાં આવેલું આંગણવાડીનું મકાન બિલકુલ જર્જરિત હાલતમાં:

કોઈ મોટી ઘટના અંજામ લે તે પહેલાં તંત્ર અને જવાબદારો ધ્યાન આપે તેવી ઉઠી છે લોકમાંગ;

ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર પડતું હોય છે, તેમજ આંગણવાડી નાં પતરા પણ તૂટેલી હાલત માં જોવા મળી રહ્યા છે. જેથી કરી ને બાળકોના જાનમાલની ચિંતા કરતા કર્મચારીઓ ના છૂટકે કોલીવાડા ગામના નાના ભૂલકાઓને બાજુમાં બનાવવામાં આવેલા સમાજ ઘરની બહારની ઓસરીમાં બેસાડવા મજબુર બન્યા છે. આંગણવાડીના મકાનનું નવીનીકરણ કરવા માટે ગ્રામજનોએ વારંવાર લેખિતમાં અને ગ્રામસભામાં ઠરાવ કર્યા છતાંય આ મકાન બનાવવામાં આવતું નથી. સરપંચ અને સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે નાના ભૂલકાઓનો જીવ જોખમમાં મુકાય તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે વહેલી તકે આંગણવાડીનું નવું મકાન બનાવવા કામગીરી હાથ ધરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. સરકાર દ્વારા બાળ વિકાસ ને લઈ ચલાવવામાં આવતા અભિયાનો અને જવાબદાર અધિકારીઓ ની બેદરકારી વચ્ચે ભોગ આદિવાસી નિર્દોષ બાળકો નો? 

 

Exit mobile version