Site icon Gramin Today

કેવડિયા પાસે ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન વસાવા

કેવડિયા પાસે ઝરવાણી ગામે પ્રાથમિક સુવિધાનો અભાવ;

મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબુર બન્યા!!!

સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવાં વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન વિસ્તાર નજીક ની આવેલી તસ્વીર અને વીડિયો આપણને સરકાર ના વિકાસ ના પોકળ દાવાઓ પ્રત્યે વિચારવા મજબુર કરી દે છે,

નર્મદા જિલ્લાના કેવડીયા પાસે આવેલ ઝરવાણી ગામની સંગીતા નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ઝોળીમાં દવાખાને લઇ જવા ગ્રામજનો મજબુર બન્યા હતા.

દર વર્ષે ચોમાસામાં ઝરવાણી ગામ પાસે ખાડીમાં પાણી આવી જતા ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

ગામમાંથી નીકળવાનો એક માત્ર માર્ગમાં ખાડી આવતા દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવાનો વારો આવે છે. અને ગંભીર પરિસ્થિતિમાં 108 પણ આ ગામ સુધી જઈ શકતી નથી. જેના કારણે ગ્રામજનો દર્દીઓને ઝોળીમાં નાખી 2 કિ.મી નું અંતર પગપાળા કાપી ગરૂડેશ્વર સરકારી દવાખાને લઈ જાય છે.

ઝરવાણી 2500 ની વસ્તી ધરાવતું મોટું ગામ છે. ઝરવાણી થી નીકળતા વચ્ચે ખાળી પર પુલ બાંધી આપવા ગ્રામજનો વર્ષોથી માંગ કરી રહ્યા છે છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. હવે આવનાર દિવસોમાં ગ્રામજનો નો મૂડ ચુંટણી બહિષ્કાર કરવાં બનાવી લીધો છે, જેની તમામ જવાબદારી તંત્ર ની રહેશે તેમ ગામજનો એ ઉમેર્યું હતું. 

 

Exit mobile version