Site icon Gramin Today

કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો : 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર

કલેકટર સુશ્રી ભાર્ગવી દવેએ તાપી જિલ્લાનો આજે પદભાર  સંભાળ્યો હતો :
વહીવટીતંત્રના અધિકારીઓ,પદાધિકારીઓ સહિત ગ્રામજનોના સંકલન સાથે તાપી જિલ્લાના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ હંમેશા કટીબધ્ધ હોવાની ભાવના વ્યક્ત કરતાઃ નવનિયુક્ત તાપી કલેકટર સુશ્રી ભાર્ગવી આર.દવે (IAS)
વ્યારા-તાપી : રાજ્યમાં વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે સનદી અધિકારીઓની બદલીઓ થતા આજરોજ નવા કલેકટર સુશ્રી ભાર્ગવી આર.દવે (IAS) એ તાપી જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો. તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યના ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયા(IAS),પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નિવાસી અધિક કલેકટર આર.જે.વલવી, કાર્યપાલક ઈજનેર  મનીષ પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ આર.સી.પટેલ, જયકુમાર રાવલ, તમામ માલતદારશ્રીઓ, વ્યારાનગર પાલિકા પ્રમુખ સેજલબેન રાણા, સંગઠન પ્રમુખ ડો. જયરામભાઈ ગામીત, મહામંત્રી વિક્રમ તરસાડિયા સહિત જિલ્લા પંચાયત પદાધિકારીશ્રીઓએ સુશ્રી દવેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેઓ ગુજરાત લાઈવ્લી હુડ પ્રમોશન કું.લી. ગાંધીનગર ખાતે મેનેજીંગ ડાયરેકટર તરીકે ફરજ બજાવતા હતા. ખાસ કરીને મહિલાઓની આજીવિકા,રોજગારી માટે શ્રેષ્ઠ કાર્ય કરીને તેમણે મહિલાઓના ઉત્કર્ષ માટે લાજવાબ કામગીરી કરી છે.
નવરચિત તાપી જિલ્લાને વિકાસની હરોળમાં લઈ જવા માટે હજુ ઘણાંબધા ક્ષેત્રે અનેક કામો કરવા પડશે. ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ અનેક પડકારો વચ્ચે તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં વિશિષ્ઠ કામગીરી કરવાની તક મળી છે ત્યારે વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગ્રામજનોના સંકલન સાથે તાપી જિલ્લાના તમામ પ્રશ્નોને ઉકેલવા માટે તેઓ હંમેશા કટીબધ્ધ રહેવાની ભાવના સુશ્રી દવેએ વ્યક્ત કરી હતી.

Exit mobile version