શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
તારીખ 6 જુલાઈના રોજ ડેડીયાપાડા સર્કલ પોલીસ પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી કે નાલ ગામેથી કરતલ જવાના રસ્તા પર મોટર સાઈલક નંબર GJ-19-BC-8555 પર વિદેશી દારૂ લઈ જવાય છે.
આ બાબતે કરતલ ગામ પાસે અમલદાર હેડ કોન્ટેબલ રાકેશભાઈ , હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તેમજ સ્ટાફના માણસો સાથે વોચ રાખી, દરમ્યાન સામેથી આવતી મોટર સાઇકલ લઈ ઈસમો ત્યાંથી નાસી જતા તેમનો સરકારી ગાડી દ્વારા પીછો કરતા નજીકના ખેતરમાં બેગ અને મોટર સાઇકલ મૂકી નાસી જતા પોલીસે કાચના ક્વાટરિયા નંગ 48 કિંમત રૂપિયા 4800/- તેમજ હીરો સ્પ્લેન્ડર ગાડી કિંમત રૂપિયા 35000/- મળી કુલ કિંમત રૂપિયા 39,800/- નો મુદ્દામાલ કબજે કરી બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પ્રોહીબીસન એકટ કલમ 65 એ ઇ ,81,98 (2) મુજબ ગુનો દાખલ કર્યો છે.