Site icon Gramin Today

કડોદરા પંથકમાં માથાંભારે લિસ્ટેડ બુટલેગરે પોતાના સાગરીતો સાથે વાકાનેડા ગામમાં રિવોલ્વર લેહરાવી..

શ્રોત: ગ્રામીણ ટુડે સુરત, નઝીર પાંડોર

કડોદરા પંથક ફરી ભયનાં માહોલમાં માથાંભારે લિસ્ટેડ બુટલેગર ઈશ્વરએ પોતાના સાગરીતો સાથે વાકાનેડા ગામમાં રિવોલ્વર લેહરાવી.. સુરત જીલ્લાની  “રિવોલ્વરવાળી”  આ બીજી ઘટનાં સુરત જીલ્લામાં અસામાજિક તત્વોને ખુલ્લું મેદાન? 

પલસાણા તાલુકાના વાંકાનેડા ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેશસિંહ આર.ગોહિલ સહિતનો પરિવાર  રાત્રીએ પોતાનાં  ઘરનાં  આંગણે બેઠા  હતા તે સમયે ઈશ્વર વાંસફોડીયાના બે સાગરિતો પુર ઝડપે સ્કોર્પિયો ગાડી લઈ વાંકાનેડા ગામમાં  પ્રવેશયાં   ત્યારે  ગાડીને રોકી ઉપ-સરપંચે ધીરે ગાડી ચલાવવાનું કહેતા સાગરિતોએ ઉશ્કેરાઈને ડેપ્યુટી સરપંચ અને ત્યાં ઉભેલા  લોકો સાથે કરી દાદાગીરી અને ઈશ્વરનાં માણસો છીએ ની આપી ધમકી! બાદમાં  બોલાચાલી કરી હાથપાઈ કરી ફરાર થઈ ગયા હતા, ત્યારબાદ  ઈશ્વર વાસફોડીયા સહિતના ત્રણ લોકો મોટર સાઇકલ પર ઘટના સ્થળે આવી તેણે પણ બોલાચાલી કરી હતી અને ત્યાં ઉભેલા ઉપસરપંચ સહિતના પરિવાર સામે રિવોલ્વર ઉગામી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે ઉપસરપંચના પિતાએ સાવધાની પૂર્વક તક ઝડપી લઈ ઈશ્વર વાસફોડીયા પાસેથી બંદુક આચકી લેવાનો પ્રયાસ કર્યો હતો  જે બાદ કુટુંબીજનોએ બુમાબુમ કરતા ગ્રામજનોનું ટોળું એકત્ર થતાની સાથે જ ઇશ્વર વાસફોડીયા અને તેના માણસો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યાં  હતા અને અસામાજિક તત્વોમાંના કેટલાક  ભાગવા જતા ગ્રામજનોએ ઈશ્વર વાસફોડીયા સાથે આવેલા સાગરિતોને ઝડપી પાડી, મારમાર્યો હતો જોકે આ અંગે ઘટનાની કડોદરા  પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચતા ગામજનોએ ઈશ્વર વાસફોડીયાના પકડેલાં સાગરીતને પોલીસને સોંપ્યાં  હતા, પોલીસે ફરિયાદ દાખલ કરી  તપાસ હાથધરી છે.

Exit mobile version