Site icon Gramin Today

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના વિવિધ મોર્ચાઓની કરાઈ નિમણુંક:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ પાર્ટી તરફથી આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મોરચાઓની નિમણૂક આપવામાં આવી છે .એવા તમામ કોંગ્રેસના કાર્યકરોને પાર્ટી તરફથી કોંગ્રેસ પક્ષ કેવી રીતના વધુમાં વધુ મજબૂત થાય અને વધુ ને વધુ લોકોની સેવા કેવી રીતના થાય કોંગ્રેસ પક્ષની વિચારો અને કોંગ્રેસ પક્ષે જે કરેલા આઝાદી પછીના કામો એ પ્રજા સમક્ષ મુકવા માટે અને કોંગ્રેસ પક્ષ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મહેનત કરીને પાર્ટીને મજબૂત કેવી રીતના બનાવવામાં આવે તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અને સહુ નિમણૂક થયેલ કાર્યકરોને ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે લઘુમતિ મોરચાના પ્રમુખ મહમદ હનીફ ,બક્ષીપંચ મોરચાના પ્રમખ સોહનલાલ સેન,૧૫૬ વિધાનસભા યુથ ઇન્ચાર્જ પ્રમુખ આનંદકુમાર વસાવા, મહિલા મોરચાના પ્રમુખ,પ્રિયંકા વસાવા, કિશાન મોરચાના પ્રમુખ ફૂકિયાભાઈ વસાવા ની નિમણુંક કરવામાં આવી, હરીશભાઈ, મૂળજીભાઈ, નટવરસિંહ, હિતેશપટેલ , રામસીંગ વસાવા, ગંભીરસિંહ વસાવા, કાર્યકરો હાજર રહીને તમામ નવા નિમણૂક પામેલ કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવીને કોંગ્રેસને મજબુત બનાવવા માટે કામે લાગી જવા માટે પાર્ટી દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું.

Exit mobile version