Site icon Gramin Today

ઉમરપાડામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ચિતલદા ગામે આસમાની આફત તૂટી પડી બે યુવતીઓનો આબાદ બચાવ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ ઉમરપાડા, રઘુવીર વસાવા 

સુરત જીલ્લાનાં ઉમરપાડામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ચિતલદા ગામે આસમાની આફત તૂટી પડી બે યુવતીઓનો આબાદ બચાવ: સામાન્ય ઈજાઓ થવાનાં કારણે તેમની પ્રાથમિક સારવાર બાદ હાલ  તબિયત માં સુધારો:

ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામે આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતાં કડાકા ભેર વીજળી પડતા બે બાળકીઓ દાઝીગઈ હતી, ઉમરપાડા તાલુકામાં કડાકા-ભડાકા સાથે વરસાદ અને વીજળી નુ તોફાન ચાલુ રહ્યું હતું ત્યારે ચિતલદા ગામે બે બાળકીઓ પોતાના ખેતરે ગઈ હતી, તેમના પર વીજળી પડતા તેઓ દાઝી ગયા હતા, હેમાબેન સંજયભાઈ વસાવા ઉંમર વર્ષ 19 તેઓ પણ તેના ખેતરે ખેતીકામ માટે ગયા હતા, તેમજ મેરીના જમુસિગ વસાવા ઉંમર વર્ષ 16 તેઓ પણ ખેતી કામ અર્થે ખેતરે ગયા હતા ત્યારે તેમના પર વીજળી પડતાં તેઓ દાઝી ગયા હતા અને તેમને તાત્કાલિક ૧૦૮ બોલાવી ને ઝંખવાવ સી.એસ.સી કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને તેમની પ્રાથમિક સારવાર કરી તબિયત માં સુધારો જણાતાં તેમને ત્યાંથી રજા આપવામાં આવી હતી, આ બાબતે ગામના આગેવાન શ્રી અજીત વસાવાએ ગામનાં  તલાટી કામ મંત્રી ને આ બાબતેની સમગ્ર ઘટનાની  જાણકારી આપી હતી.

Exit mobile version