Site icon Gramin Today

આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

નર્મદા જિલ્લાના આમ આદમી પાર્ટી સાગબારા તાલુકા ના તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ સહમંત્રી એ જણાવ્યું કે તારીખ 27/01/2022 ના રોજ ગુજરાતભર માં “તલાટી કમ મંત્રી” ની ભરતી કરવા માટે જાહેરાત કરવા માં આવેલ છે. પરંતુ ગુજરાત માં છેલ્લી ઘણી ભરતી ની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાના બનાવો બનતા આવ્યા છે, જેના લીધે પરીક્ષાઓની તૈયારી કરતા અને નોકરી ની રાહ જોતા વિદ્યાર્થીઓના ભાવિ ને નુકશાન પોહચે છે.

સાથે સાથે પરિક્ષાર્થીઓ પાસે થી ફી તેમજ વાહન ભાડા પેટે કરોડો રૂપિયા ઉઘરાવી ને જાણે કે સરકાર દ્વારા ભંડોળ ઉભું કરી લેવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે, જેથી પરિક્ષાર્થીઓનું ભવિષ્ય ના ડોહળાય છે, તે માટે આમ આદમી પાર્ટી દ્વારા ” ગુજરાત સરકાર પેપર ના ફૂટે તેની ગેરેન્ટી અને જવાબદારી લે” અને જો પેપર ફૂટે તો દરેક પરિક્ષાર્થી સાથે છેતરપિંડી બાબતે 1 લાખ રૂપિયા વળતર પેટે સરકાર ચુકાવશે એવી જવાબદારી લે જે બાબતે આજ રોજ સાગબારા મામલતદારશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ સહ મંત્રી ડૉ.કિરણ વસાવા, AAP સાગબારા તાલુકા પ્રમુખ મહેશભાઈ પાડવી, AAP નાં જિલ્લા ઉપપ્રમુખ શ્રીરાજભાઈ , ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઇ વસાવા, સાગબારા મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન વસાવા તેમજ AAP નાં તમામ હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version