શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વ્યારા ખાતે સાઈકલ રેલી યોજાઈ.. ફીટ ઈન્ડિયા બની રહે તે માટે ૭૫ થી વધુ સાઈકલ સવાર યુવાનો ઉપસ્થિત રહ્યા..
વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા જિલ્લા સેવાસદન ખાતે આજરોજ સવારે ૭-૩૦ કલાકે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા સંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજીત સાઈકલ રેલીને કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયા,પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોષીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ ભાગ લેનારા યુવા મિત્રોને તાપી જીલ્લા કલેકટરશ્રી વઢવાણિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાંત અધિકારી હિતેશ જોષીએ જણાવ્યું હતું કે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા યોજાયેલી સાઈકલ રેલીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ પ્રેરણા પુરી પાડી હતી.
સીનીયર કોચ ચેતન પટેલે કહયું હતું કે આપણો ભારત દેશ આઝાદ થયો તેના ૭૫ વર્ષ પૂર્ણ થતા સરકારશ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે ૭૫ થી વધુ યુવાનોએ સાઈકલ રેલીમાં ભાગ લીધો હતો. હમ ફીટ તો ઈન્ડિયા ફીટ, સાઈકલ રેલી કલેકટર કચેરી, હાઈવે રોડ, મિશન નાકા, નગરપાલિકા સંકુલ, રેલ્વે સ્ટેશન, તળાવ રોડ, બહુંચરાજી મંદિર, કાનપુરા, જનક હોસ્પિટલ, મેઈન બજાર રોડ, કબૂતરખાના, ઉનાઈ નાકા, મઢુલી હોટલ રૂટ પુરો કરી કલેકટર કચેરી ખાતે સમાપ્ત થઇ હતી.
રેલી દરમિયાન ૧૮૧, પોલીસ, ફિઝિયોથેરાપીસ્ટ ડો.નિલેશ્વરી ચૌધરી સહિત સ્પોર્ટસ સ્ટાફ ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવી હતી.