Site icon Gramin Today

આગામી ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે સંબંધિત વિભાગોને સાવધ રહેવા સૂચના:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

આગામી ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે સંબંધિત વિભાગોને સાવધ રહેવા સૂચના પી તાકીદ કરાયા: 

રાજપીપલા: તમામ જિલ્લામાં આગામી ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી હોઇ, તમામ મામલતદારશ્રીઓએ કન્ટ્રોલરૂમ એલર્ટ કરવા અને જવાબદાર કર્મચારીઓને ફરજ સોંપવા અને જે કોઇ ઘટના બને કે તુરત જ જિલ્લા કન્ટ્રોલરૂમમાં મેસેજ કરવા. લાયઝન અધિકારીશ્રીઓએ આ બાબતે સંબંધિત તાલુકાના તમામ અધિકારીઓને એલર્ટ કરવા અને તુરત કાર્યવાહી થાય તેવા પગલાં લેવાં ડિઝાસ્ટર મામલતદારશ્રી, નર્મદા-રાજપીપલા તરફથી જણાવાયું છે.

વધુમાં આ બાબતે તમામ ખાતાના વડાશ્રીઓએ પોતાના ખાતાને લગતી જે ટીમો બનાવેલ છે તેને એલર્ટ રાખવા, કોઇપણ બનાવની જાણ જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ (૦૨૬૪૦-૨૨૪૦૦૧) તથા જિલ્લા ડિઝાસ્ટર વોટ્સએપ ગૃપમાં કરવા તેમજ સરકારશ્રીએ નિયત કરેલ નમૂનામાં માહિતી તાત્કાલિક મોકલી આપવા પણ નર્મદા ડિઝાસ્ટર મામલતદાર તરફથી વિનંતી કરાઇ છે. જેથી રાજ્યના કન્ટ્રોલરૂમ SEOC (સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર) ને તાત્કાલિક ઘટનાનો મેસેજ કરી શકાય, જેની નોંધ લેવા જણાવાયું છે.

Exit mobile version