શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
વ્યારા: તાપી જીલ્લામાં અજાણી મહિલાને આશ્રય અપાવતી અભયમ્ 181 મહિલા હેલ્પલાઇન ટીમ: તાપી
વાલોડના વિસ્તારથી એક સ્થાનિક વ્યક્તિ એ અભયમ્ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક 40 થી 45 વર્ષનીએક અજાણી મહિલા વાલોડના વિસ્તારમાં પાછલાં ત્રણ દિવસથી ફરે છે જેને મદદ કરવા અનુરોધ થી અભયમ્ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી મહિલા સાથે વાતચીત કરતા જાણવા મળેલ છે, કે તે માનસિક અસ્વસ્થ હોવાથી પૂછપરછ કરતાં પોતાના વિશે કોઈ માહિતી આપી શકતી ન હતી, જેથી આ મહિલાને O.S.C મા આશ્ચર્ય આપવામાં આવેલ છે.
ઉપર ના ફોટો વાળા મહિલાની કોઈ ને જાણકારી, ઓળખ પ્રાપ્ત થાય તો અભયમ-181 તાપી નો સંપર્ક કરવો જેથી તેમના પરિવાર ને સોંપી શકાય.