Site icon Gramin Today

હાઈ ટેન્શન લાઈનની કામગીરી કરતા બે કામદાર ઊંચાઈ પરથી નીચે પટકાતા મોત: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સાગબારામાં હાઈ ટેન્શન લાઈનની કામગીરી કરતા બે કામદાર ઊંચાઈ પરથી નીચે પટકાતા મોત: 

નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકા તરફ હાલમાં ચાલતી હાઈ ટેન્શન લાઈન ની કામગીરી દરમિયાન ઊંચાઈ પરથી પડેલા બે કામદાર નાં મોતની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે.

મળતી માહિતી અનુસાર પીન્ટુભાઇ લક્ષ્મણભાઇ નાયક કે જેઓ કોન્ટ્રાક્ટ માં મુકારદમ તરીકેની મજુરી કામ કરતા હોય તેમણે પોલીસમાં જાણ કર્યા મુજબ બોદવાવ અને ખોપી ગામની વચ્ચે તેઓ પોતે અને મરનાર બે કામદારો પી.એસ. ટાવર પર ચઢી વાયબ્રેશન ડમ્પર લગાડવાનું કામ કરતા હતા તે દરમ્યાન આકસ્મિક રીતે પી.એસ.ટાવર સાથે ખેંચેલ તાર ઇન્સ્યુલેટરના ભાગેથી તુટી જતા તા૨ તથા પોલ સાથે બાંધેલ શેફટી નાયલોનનુ દોરડુ પણ તા૨ના જોરના કારણે તુટી જતા રણછોડભાઇ બળવંત ભાઇ નાયકા તથા મહેશભાઇ કાંતિભાઇ નાયકા નાઓ ઉંચાઇ ઉપરથી નીચે જમીન ઉપ૨ પડકાતા તેઓના શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે સા૨વા૨ દરમ્યાન આ બંને કામદારો નું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version