Site icon Gramin Today

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનના નામે ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને ખદેડી રહી છે: ડૉ.પ્રફુલ વસાવા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસનના નામે ગુજરાત ભાજપ સરકાર આદિવાસીઓને ખદેડી રહી છે: ડૉ.પ્રફુલ વસાવા

કેવડીયા બચાવો આંદોલનનાં આગેવાન ડૉ.પ્રફુલ વસાવા કહે છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ રદ્ કરવા કેવડિયા વિસ્તારનાં લોકો અને આદિવાસી સંગઠનોએ ગુજરાત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. SOU એક્ટ ગુજરાત વિધાનસભા દ્વારા કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં જમીનો સંપાદિત કરવા, પ્રવાસન ઉદ્યોગ માટે, નિયંત્રણ માટે કાયદો બનાવ્યો છે, જેનો શરુઆતથી સ્થાનિકો અને આદિવાસી સંગઠનો વિરોધ કરી રહ્યા છે.

 આદિવાસી સમાજ માને છે કે ગુજરાત સરકાર પ્રવાસનના નામે જળ, જમીન, જંગલ અને જમીનો બિન કાયદેસર રીતે પડાવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટમાં ભારતીય બંધારણ ની પાંચમી અનુસુચિ અને પેસા કાનુનનું ઉલ્લંધન થયું છે.

પ્રવાસન ઉદ્યોગને વધારવા સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટને લીધે આ વિસ્તારમાં શહેરીકરણ કરવા અધિનિયમ કલમ ૧૦ આપવામાં આવી છે, જેમાં ગુજરાત નગર નિયોજન અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ નાં કાયદા આ વિસ્તારમાં લાગું થશે સાથે સાથે કલમ ૩૧(૧)માં કહેવા માં આવ્યું છે, કે અનુચ્છેદ ૨૪૩(Q) પ્રમાણે ગુજરાત સરકાર આ વિસ્તારને પ્રવાસન ક્ષેત્ર માંથી ઔધોગિક ટાઉનશિપ પણ ‌ફેરવી શકે છે. અને કલમ ૩૧(૨) પ્રમાણે આ વિસ્તારને સૂચિત ક્ષેત્ર‌ જાહેર કરવામાં આવે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ નાં કાયદા આ વિસ્તારમાં લાગુ થશે. જેને લીધે આ વિસ્તાર લોકો, ગામ પંચાયતો પોતાના હક્ક અધિકાર ગુમાવી દેશે અને તેમના અસ્તીત્વ ઉપર ખતરો ઉભો થશે.

SOU એક્ટ નાં આ કાયદાઓ પ્રથમ દ્રષ્ટિએ ગૈર બંધારણીય છે અને ‌ભારતીય બંધારણ નાં અનુચ્છેદ ૨૪૩-ZC મુજબ બંધારણ ના ભાગ ૯-A જે આ વિસ્તારમાં નગરપાલિકા કાનુન એ અનૂસુચિત આદિજાતિ વિસ્તારમાં લાગું પાડી શકાય નહીં. તેમાં પણ ગુજરાત વિધાનસભા ને આ SOU એકટ બનાવી તેની ૩૧(૧) (૨) લાગું કરવાની બંધારણીય સત્તા જ નથી તો પછી ગુજરાત વિધાનસભા એ આ કાયદો બંધારણ ની ઉપરવટ જઈને ઘડ્યો છે તેવું કહી શકાય. અનુચ્છેદ ૨૪૩ M (૪) B નું પણ SOU એક્ટ ખુલ્લેઆમ ઉલ્લંધન કરે છે. ગુજરાત સરકાર ને પાંચમી અનુસૂચિ વિસ્તારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ કે આવા કોઈ પણ કાયદા લાગુ કરવાની બંધારણીય સત્તા જ નથી”.

SOU એક્ટ પેસા કાનુન ૧૯૯૬ ની કલમ ૪ (e)(૧) અને ૪( i ) નું પણ ઉલ્લંધન કરે છે‌. ગુજરાત પંચાયત અધિનિયમ ૨૦૧૭ ના નિયમ‌ ૧૭ માં કહેવા આવ્યું છે, કે રાજ્ય નાં નિયમો, સામાજિક સંશાધનો , સામાજિક રીતી રિવાજ, ધાર્મિક પારંપારિક રુઢિ પ્રથા અનુરૂપ હોવા જોઈએ જેનાં SOU એક્ટ બિલકુલ વિપરીત છે અને જળ જમીન જંગલ અને આદિવાસીઓની રહેણીકરણી પર વિપરીત અસર કરનારું બિલ રદ્ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવી છે. કેવડીયા ગામ નાં શિક્ષિત યુવા અને પીટીશનર રાજેન્દ્ર તડવી એ કહ્યું કે SOU ACT આદિવાસી સમાજ માટે કાળા કાયદા સમાન છે. બંધારણીય અધિકારોનું છડેચોક ઉલ્લંઘન છે.

Exit mobile version