Site icon Gramin Today

સુરત ફાયર વિભાગને મળ્યો વધુ એક આધુનિક અદ્યતન સુવિધાથી સજ્જ રોબોટ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, સુરત નલિન ચૌધરી

સુરત ફાયર વિભાગની ટીમમાં વધુ એક અત્યાધુનિક રોબોટ સામેલ કરાયો: 

અદ્યતન સુવિધાથી સજ્જ રોબોટની કિંમત ચોંકાવાનારી, સુરત ફાયર વિભાગની ટીમમાં જે રોબોટ સામેલ થયો છે તેની કિંમત એક કરોડ થી વધુ..

જે સ્થળોએ ફાયર ઓફિસર, ફાયટર  નથી પહોંચી શકતા ત્યાં આ રોબોટનો ઉપયોગ થશે – ચીફ ફાયર ઓફિસર

રોબોટમાં ડીજીટલ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે – ચીફ ફાયર ઓફિસર

સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહે છે અને તેમાં પણ તક્ષશિલા આગ દુર્ઘટના બાદ સુરત ફાયર વિભાગ કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સાધનો વસાવી રહ્યું છે. ત્યારે આ અદ્યતન સાધનોમાં વધુ એક ઉમેરો થયો છે. આજે ફાયર વિભાગની ટીમમાં નવો આધુનિક રોબોટ સામેલ થયો છે, જે આગ બચાવવાની ઘટનામાં કામમાં આવશે.

મીડિયા અહેવાલ મુજબ વધતી આગની ઘટનાઓ તેમજ બિલ્ડીંગ પડવાની સમસ્યાઓને ધ્યાને રાખીને સુરત ફાયર વિભાગને આધુનિક રોબોટ મળ્યો છે. સુરત ફાયર વિભાગની ટીમમાં જે રોબોટ સામેલ થયો છે તેની કિંમત એક કરોડ રૂપિયા છે. આ આધુનિક રોબોટ સરકાર તરફથી ફ્રી મળ્યો છે. આ અંગે સુરતના ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ રોબોટ સીએસઆર અને જીએસપીએલ ની ક્ષમતા ધરાવે છે. રોબોટમાં ડીજીટલ ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

તેમજ રોબર્ટના માથા પર આધુનિક કેમેરો પણ મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે રોબોટ પર લાગેલા કેમેરાની મદદથી આગના કારણે ધુમાડાનું પ્રમાણ વધુ હોય તો પણ કોઈ ફસાયું છે કે કેમ તે જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ સુરત ફાયર વિભાગ દ્વારા રૂ 1.42 કરોડના ખર્ચે ફાઇટર રોબોટ ખરીદ્યો હતો. જે આગની ઘટનામાં ધુમાડાનું પ્રમાણ વધુ હોય ત્યા ઉપયોગ માટે લેવાયો હતો.

શું છે આ રોબોટની ખાસિયત? 

પ્રાપ્ત વિગતો અનુસાર આ રોબોટ અંદાજે 200 કિલોનું વજન ધરાવે છે. તેમજ રોબોર્ટ એટલો શક્તિશાળી છે કે કાર જેવા મોટા વાહનને પણ ખેંચી શકે છે. આ રોબોટ રિમોટ કંટ્રોલની મદદથી ચાલે છે. જેનું રિમોર્ટ 1 કિલોમીટર સુધી કામ કરે છે. રોબોર્ટની ખાસિયત એ છે કે રિમોટથી પાણીનો જેક સાથે જ ફોગ પણ બનાવાઈ છે. રોબોટ સીએસઆર એક્ટિવિટી, જીએસપીએલ ની ક્ષમતા ધરાવે છે. મહત્વનું છે કે બિલ્ડીંગ પડવાનો ભય રહે જ્યાં ફાયર ઓફિસર ન પહોંચી શકે તેવા કાર્યોમાં રોબોટની મહત્વ ભૂમિકા ભજવશે.

Exit mobile version