Site icon Gramin Today

સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ ૧૦ કિ.મી.ના એરીયામાં ૩.૧ ની તિવ્રતાનો ભૂકંપ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ ૧૦ કિ.મી.ના એરીયામાં ૩.૧ ની તિવ્રતાનો ભૂકંપ;

ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ દેડીયાપાડા તાલુકાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામોમાં ભૂકંપના આંચકાની કોઇ અસર નથી;

        આજે તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ બપોરના ૦૧:૦૦ વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ ૧૦ કિલોમીટરના એરીયામાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવેલ જેમાં ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામો ૧૦ કિ.મી. એરીયામાં આવેલ છે, જે ગામોમાં તલાટી મારફત તપાસ કરાવતા ભૂકંપના આંચકાની કોઇ અસર થયેલ નથી. તેમજ કોઇ જાન-માલને નુકશાન થયેલ નથી, તેવી જાણકારી પ્રાપ્ત થઇ છે.

Exit mobile version