Site icon Gramin Today

સદગાવાણ  બસ સ્ટેન્ડ પાસે ટાટા ટેમ્પોમાં લઈ જવાતો 4.70 લાખનો દારૃ પોલીસે ઝડપી પાડયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ:  નિઝર હિતેશ નાઈક 

સદગાવાણ  બસ સ્ટેન્ડ પાસે ટાટા ટેમ્પોમાં લઈ જવાતો 4.70 લાખનો દારૃ પોલીસે ઝડપી પાડયો:

 ટેમ્પો સહિત 14.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એકની ધરપકડ બે વોન્ટેડ જાહેર કરાયા, નિઝર પોલીસ સ્ટાફના કર્મચારી પણ શંકાના દાયરામાં:

તાપીના કુકરમુંડા તાલુકાના સદગવાણ બસ સ્ટેન્ડ  પાસે થી સુરત પોલીસ ને  મળેલ ખાનગી રાહે બાતમી ના આધારે ૧૪,૭૮,૯૦૦/ નો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો  હતો.

નિઝર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગતરોજ કૂકરમુંડા તાલુકાના સદ્ગ્વાણ ગામના બસ સ્ટેન્ડ પાસે પ્રકાશા થી તલોદા જતા રોડ ઉપર પોલીસે ધરપકડ કરેલ  આરોપી સતપાલસીંગ ધ્યાનસિંગ સંધુ (ઉ.વ 27 હાલ રહે. વડોદરા મૂળ. બબાલકાલા, પંજાબ) એ પોતાની કબજાની ટાટા 909 ટેમ્પોમાં ખોટા દસ્તાવેજી બિલ પુરાવા રાખી જે પુરાવાને સાચા બતાવી ઉપયોગ કરી વગર પાસ કે પરમીટ સેલવાસ ખાતેથી ઇંગ્લિશ દારૃનો જથ્થો ભરાવી લાવી વોન્ટેડ આરોપી ભરત ને આપવા લઈ જઈ રહ્યો હતો, ત્યારે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પકડાય ગયો હતો. નિઝર પોલીસે પકડેલા આરોપીના કબજા માંથી 112 બોક્સ માંથી કુલ 4644 બોટલો જેની કિંમત રૂપિયા 4,70,400 તથા ટેમ્પો ટાટા 909 રજિસ્ટ્રેશન નંબર. એમ. એચ. 04-ડિ. એસ – 7155 જેની કિંમત 10 લાખ રૂપિયા તેમજ પકડાયેલ આરોપીના અંગ ઝડતીના રૂપિયા 3000 અને મોબાઈલ અને અન્ય ચીજ વસ્તુઓ મળીને પોલીસે કુલ્લે રૂપિયા 14,78,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નિઝર પોલીસે પકડાયેલ આરોપી ટેમ્પો ચાલક સતપાલસિંગ અને માલ ભરી આપનાર સુરેશ (રહે. ઉધના) અને માલ મંગાવનાર ભરત (રહે. કરજણ) તમામ વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version