Site icon Gramin Today

સંશોધન તરફ એક કદમ આગળ વધતી દીકરી જૈમીની વસાવાએ આદીવાસીઓનું વધાર્યું ગૌરવ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

 નિવાલ્દા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલને વિજ્ઞાન ક્ષેત્રે આગળ ધપાવતી વહાલી દીકરી : વસાવા જૈમિનીબેન ભાવસિંગભાઈ  

દંતમંજન ના સંશોધન તરફ એક કદમ આગળ વધતી દીકરી જૈમીની બેન વસાવાએ આદીવાસી સમાજનું વધાર્યું ગૌરવ..

લીમડો કહે છે હું સામાન્ય નથી: 

     નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાનાં નિવાલ્દા સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ માં ધોરણ દસ માં અભ્યાસ કરે છે તેમણે લીમડાનાં મુળીયા અને ડાળી માંથી દંતમંજન નું સંશોધન કરી લીમડાના મુળીયા અને ડાળીનુ એક લીકવીડ બનાવી અને તારીખ 23 12 2022 ના રોજ અમદાવાદ સાઇન્સ સીટી ખાતે NCSC વિજ્ઞાન મેળા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાજ્યકક્ષાએ સમગ્ર ગુજરાત રાજ્યના કુલ ૩૩૦ પ્રોજેકટ માંથી ૨૬ જેટલા પ્રોજેક્ટ પસંદ પામેલ હતા તેમાં કુલ પાંચ વિભાગમાંથી પહેલા વિભાગમાં પ્રથમ ક્રમે પ્રાપ્ત કરનારી દિકરી હાલ સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નિવાલ્દા ડેડીયાપાડા ખાતે ધોરણ ૧૦મા અભ્યાસ કરતી આદિવાસીની દીકરી જૈમીનીબેન ભાવસિંગભાઈ વસાવા એ આદીવાસી સમાજ નું એક વૈજ્ઞાનિક તરફ આગળ વધતું ગૌરવ વધાર્યું છે.

     જૈમિનીબેન ના પિતાનુ મુળ વતન નેત્રંગ તાલુકાના કરવા ની ગામ છે તેમની શિક્ષકની નોકરી હોવાથી હાલ તેઓ ધણા વર્ષોથી ડેડીયાપાડામાંજ વસવાટ થઇ ગયા છે અને જૈમીની બેન વસાવા ની પણ જન્મભૂમિ પણ ડેડીયાપાડા જ ‌છે અને પ વર્ષ બાદ અભ્યાસ માટે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ નિવાલ્દા ખાતે જતી હતી આમ એમનું ભણતરમાં કોઈ દિવસ પાછી પાની નહીં કરી સારા માર્કથી આગળના ધોરણમાં પ્રવેશ કરતાં કરતાં દસમાં ધોરણમાં એક લીમડાના મુળીયા અને ડાળીનુ લીકવીડ બનાવી ( દંતમંજન ) પ્રોજેક્ટ એમના મનમાં આવ્યું જેને લઇને ૩૦મી એ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરીષદ પ્રથમ ક્રમે પસંદગ પ્રાપ્ત કરી દીકરી એ માતા પિતા નું સન્માન જાળવ્યું,

પત્રકાર દિનેશ વસાવા,  દેડિયાપાડા

Exit mobile version